કોહીનુર માટે હવે બ્રિટનની મહારાણી સાથે થશે જંગ

ભારતીય ઉદ્યોગપતિઓ અને બોલીવુડ અભિનેતાઓની એક મોટી લોબી કોહિનુર હીરો ભારતમાં પાછો લાવવા માટેની માંગ સાથે મહારાણી એલિઝાબેથ દ્વિતીયને કાયદાકીય રીતે પડકારવાની તૈયારી કરી રહ્યાં છે.

માનવામાં આવી રહ્યું છેકે લગભગ 800 વર્ષ પહેલા 105 કેરેટનો આ હીરો ભારતની ખાણોમાંથી મળી આવ્યો હતો. અને અંગ્રેજી શાસન દરમ્યાન આ હીરાને તત્કાલીન મહારાણી વિક્ટોરીયાને ભેંટમાં આપવામાં આવ્યો હતો.

હાલમાં આ હીરો એલિઝાબેથની માતાના મુગટમાં સજેલો છે. અને લોકો તેને જોઇ શકે તે હેતુથી "ટાવર ઓફ લંડન"માં રાખવામાં આવ્યો છે.

kohinoor

ભારતીય સમૂહ "ટિટોઝ"ના સહ-સંસ્થાપક ડેવિડ ડિસોઝા આ નવી કાયદાકીય કાર્યવાહીમાં નાણાકીય સહાય કરી રહ્યાં છે. તેમજ તેમણે બ્રિટીશ વકીલોને હાઇકોર્ટમાં સુનાવણી માટે કાર્યવાહી શરૂ કરવા માટે જણાવી દીધુ છે.

ડીસોઝાએ "સંડે ટેલીગ્રાફ"ને જણાવ્યું હતુ કે ભારતથી સંદિગ્ધ પરિસ્થિતીઓમાં લાવવામાં આવેલી કલાકૃતિઓમાંથી એક કોહીનુર હીરો પણ છે.

મહત્વાપૂર્ણ છેકે આ કાયદાકીય કાર્યવાહી એવા સમયે શરૂ થઇ રહી છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના આધિકારીક પ્રવાસે જવાના છે. આ દરમ્યાન તેઓ મહારાણી વિક્ટોરીયા દ્વારા બકિંઘમ પેલેસમાં આયોજીત ભોજન સમારોહમાં પણ ઉપસ્થિત રહેવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X