ભારત પર ચીની હેકરનો હુમલો, DRDOની ફાઇલો ચોરી

ડીએનએ સમાચારના અહેવાલ મુજબ ચીની હેકરોએ ડીઆરડીઓના કેટલાક કોમ્પ્યુટર હેક કરી મિસાઇલ કાર્યક્રમો સાથે જોડાયેલી મહત્વપુર્ણ જાણકારી ચોરી લીધી. સાથે જ હેકરોએ સુરક્ષાના મુદ્દે સંબંધી કેબિનેટ સમિતિની સુરક્ષા સંબંધિત ફાઇલો પણ ઉડાવી દિધી છે.
સરકારના નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO)ના પ્રાઇવેટ સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ સાથે મળીને આ સાઇબર હુમલાનો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચીની હેકરોએ ડીઆરડીઓના વરિષ્ઠ અધિકારીના ઇમેલ આઇડી હેક કરી આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઇમેલ પર જે જાણકારી આવતી તે કેટલીક સેંકડોંમાં ચીની સર્વર પર પહોંચી જતી હતી.
ચીની હેકરોએ જે પણ ફાઇલો લીક કરી છે તેને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના સર્વ પર અપલોડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ હેકરોએ અમેરિકા, રૂસ અને દક્ષિણ કોરિયાની પણ મહત્વપુર્ણ ફાઇલો પણ ચોરી છે.












Click it and Unblock the Notifications
