Indonesia earthquake: ઈન્ડોનેશિયામાં ભૂકંપથી અત્યાર સુધી 162 લોકોના મોત, 300થી વધુ ઘાયલ
ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી 162 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 300થી વધુ લોકો ઘાયલ છે.
Indonesia earthquake: ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી 162 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 300થી વધુ લોકો ઘાયલ છે. મૃતકો અને ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. ઈન્ડોનેશિના રાજધાની જાકાર્તામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્ર જાકાર્તથી લગભગ 75 કિમી દક્ષિણ-પૂર્વમાં પહાડી પશ્ચિમ જાવાના સિયાનજુરમાં 10 કિમીના ઉંડાણમાં હતુ. આ ક્ષેત્રમાં 25 લાખથી વધુ લોકો રહે છે. જો કે આના કારણે સુનામી આવવાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.

સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 162 લોકોના મોત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અન્ય 326 લોકો ઘાયલ થયા છે. રૉયટર્સે પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલને ટાંકીને અહેવાલ આપ્યો છે કે બચાવ કામગીરીમાં સામેલ બચાવકર્મીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.
પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યુ હતુ કે મૃતકોમાં ઘણા પબ્લિક-સ્કૂલના વિદ્યાર્થીઓ હતા જેમણે દિવસ દરમિયાન તેમના વર્ગો પૂરા કર્યા હતા અને ઘણા ઇસ્લામિક શાળાઓમાં વધારાનુ શિક્ષણ લઈ રહ્યા હતા. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. સિયાનજુરના રહેવાસીઓ મોટે ભાગે એક અને બે માળની ઇમારતો ધરાવતા નગરોમાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં નાના મકાનોમાં રહે છે. કામિલે જણાવ્યુ હતુ કે 13,000થી વધુ લોકો કે જેમના ઘરોને ભારે નુકસાન થયુ છે તેમને નિકાસી કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા છે.
ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. નીચે દર્શાવેલ વીડિયો ઇન્ડોનેશિયાના સિઆનજુરમાં 5.6 તીવ્રતાના ભૂકંપ પછી થયેલા નુકસાનને બતાવવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયાને ટાંકીને કહેવામાં આવી રહ્યુ છે કે આ ભૂકંપથી ગ્રામીણ વિસ્તારોમાં વધુ નુકસાન થયુ છે. ટ્વિટર પર શેર કરાયેલા એક વીડિયો મુજબ સિયાંજુર વિસ્તારના મંગુનકેર્તા ગામમાં આ ભૂકંપથી ઘણા મકાનો અને દુકાનો ધરાશાયી થઈ ગયા છે. વીડિયોમાં કાટમાળ જોઈ શકાય છે. ભૂકંપ આવ્યા બાદ લોકો ગભરાઈ ગયા હતા અને અફડા-તફડી મચી ગઈ હતી.
આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ દરમિયાન કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે(યુએસજીએસ) એ જણાવ્યુ હતુ કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી. તેનુ કેન્દ્રબિંદુ દક્ષિણ બેંગકુલુથી 202 કિમી દક્ષિણપશ્ચિમમાં 25 કિમીની ઊંડાણમાં હતુ. આ પછી બીજો આફ્ટરશોક આવ્યો હતો જેની તીવ્રતા 5.4 હતી.
🇮🇩 #Indonesia ❗️ Mangunkerta village west of #Cianjur also suffered structural collapses and severe damage in West Java region after the 5.6 Mw #earthquake.
— Top Disaster (@Top_Disaster) November 21, 2022
TELEGRAM JOIN 👉 https://t.co/anmxTr9HCh pic.twitter.com/Mg9jNomf5y
#BREAKING #BreakingNews
— Top Disaster (@Top_Disaster) November 21, 2022
Another video #Indonesia 🇮🇩 Widespread damage and chaos in #Cianjur from 5.6 Magnitude #earthquake in West #Java.
Two people died and four injure.
TELEGRAM JOIN 👉 https://t.co/anmxTr9HCh pic.twitter.com/LU8SOiBJaa












Click it and Unblock the Notifications
