ઇન્ડોનેશિયા: ભૂકંપ અને સુનામીથી અત્યારસુધી 832 લોકોની મૌત

ઇન્ડોનેશિયામાં બે દિવસ પહેલા સુલાવેસી દ્વિપ પર આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારપછી પાલુ શહેરમાં આવેલી સુનામીથી અત્યારસુધીમાં 800 કરતા પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

ઇન્ડોનેશિયા હાલમાં ભયંકર કુદરતી આપદાથી પસાર થઇ રહ્યું છે. ઇન્ડોનેશિયામાં બે દિવસ પહેલા સુલાવેસી દ્વિપ પર આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારપછી પાલુ શહેરમાં આવેલી સુનામીથી અત્યારસુધીમાં 800 કરતા પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ઇન્ડોનેશિયા રાષ્ટ્રીય આપદા એજન્સી ઘ્વારા ચેતવણી આપવામાં આવી છે કે લોકોની મૃત્યુનો આંકડો હજુ વધી શકે છે કારણકે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયા છે, જેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ઇન્ડોનેશિયામાં શુક્રવારે સાંજે 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારપછી 6 મીટર ઉંચી લહેરો સાથે સુનામી આવી જેને સૌથી વધારે તબાહી મચાવી.

અત્યારસુધી 832 લોકોની મૌત

અત્યારસુધી 832 લોકોની મૌત

ઈન્ડોનેશિયન સરકારે રવિવારે જણાવ્યું કે આ સુનામીમાં અત્યારસુધી 832 લોકોની મૌત થઇ ચુકી છે. વધારે મૌત ઇન્ડોનેશિયાના પાલુ શહેરમાં થઇ છે જ્યાં બે દિવસ પહેલા સુનામી આવી હતી. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપથી ડરીને જયારે 3,50,000 લોકોની વસ્તી ધરાવતું પાલુ શહેરના લોકો પોતાના ઘરની બહાર બેઠા હતા, ત્યારે જ અચાનક આવેલી સુનામી હજારો લોકોને વહાવી ગઈ. સુનામીને કારણે હજુ પણ હજારો લોકો લાપતા છે.

હજારો લોકોની મૌતનું અનુમાન

હજારો લોકોની મૌતનું અનુમાન

રાષ્ટ્રીય આપદા એજેન્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકોની મૃત્યુની સંખ્યા વધી શકે છે કારણકે ઘણા લોકોની બોડી હજુ પણ કાટમાળ નીચે દબાયેલી છે. જયારે રેસ્ક્યુ ઓપરેશન પણ હજારો લોકો સુધી પહોંચવામાં સક્ષમ નથી. ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ જુસુફ કાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ આપદામાં મરનાર લોકોની સંખ્યા હજારોમાં હોય શકે છે.

ખોરાક માટે તરસતા હજારો લોકો

ખોરાક માટે તરસતા હજારો લોકો

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીને કારણે બેઘર થયેલા હજારો લોકો રસ્તા પર બેસેલા જોવા મળી રહ્યા છે. પ્રભાવિત લોકો ખોરાક અને પાણી માટે જજુમી રહ્યા છે. સૌથી વધારે સમસ્યા પીવાના સાફ પાણીની આવી રહી છે. જયારે નાના બજારોમાં દરેક વસ્તુઓના ભાવ વધી ગયા છે. સરકાર સામે સૌથી મોટી સમસ્યા કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવામાં આવી રહી છે. લોકોની ફરિયાદ છે કે તેમને કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X