For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Internet Crash: એમેઝોન, રેડ્ડીટ સહિત વિશ્વની કેટલીય વેબસાઈટ બંધ

Internet Crash: એમેઝોન, રેડ્ડીટ સહિત વિશ્વની કેટલીય વેબસાઈટ બંધ

|
Google Oneindia Gujarati News

યુકે ગવર્નમેન્ટ, એમેઝોન સહિત વિશ્વની ડઝનેક મોટી વેબેસાઈટ "વિશાળ ઈન્ટરનેટ આઉટેજ"ને કારણે ક્રેશ થઈ ગઈ છે. આજે સવારે 11 વાગ્યે આ સમસ્યા સર્જાઈ હતી અને ઘણી સાઈટ્સ પર "Error 503 Service Unavailable" મેસેજ બોક્સ આવી ગયું હતું.

internet

ઈન્ટરનેટ ક્રેશની અસર બીબીસી, ન્યુ યોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, બઝફિડ, ઈન્ડિપેન્ડન્ટ અને ફાઈનાન્સિયલ ટાઈમ્સ સહિતની વેબસાઈટ અસરગ્રસ્ત થઈ હોવાનું માનવામાં આવે છે.

ધી ગાર્ડિયને ટ્વિટર પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "વ્યાપક ઈન્ટરનેટ આઉટેજને કારણે ગાર્ડિયનની વેબસાઈટ અને એપ્લિકેશન અસરગ્રસ્ત થઈ છે અને વહેલી તકે તે પાછી સક્રિય થઈ જશે."

Twitch અને Spotify જેવાં સ્ટ્રીમિંગ આઉટલેટ પણ અસરગ્રસ્ત થયાં છે, આ ઉપરાંત ઈમેજ શેરિંગ સાઈટ Pinterest અને Giphy પણ ડાઉન થઈ ગઈ હતી.

કન્ટેન્ટ ડિલીવરી નેટવર્ક એટલે કે (CDN) ઈન્ટરનેટના માળખાગત તબક્કાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કંપનીઓ વેબ સેવાઓના પ્રદર્શન ઉપલબ્ધતામાં સુધાર માટે સર્વરના વૈશ્વિક નેટવર્ક ચલાવે છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના કર્મચારીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ટેક ક્રંચે ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક કર્મચારીનો હવાલો આપતા કહ્યું કે આ પરેશાની સીડીએન પ્રોવાઈડર Fastlyને કારણે સર્જાઈ છે.

English summary
Internet crash caused by CDN provider Fastly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X