અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ કનેક્શન બિલકુલ મફત!

Posted By:
Subscribe to Oneindia News

ન્યૂયોર્ક, 28 ફેબ્રુઆરી: આગામી દિવસોમાં બની શકે છે કે ટેક્નોલોજી એટલી હદે વધી જાય છે કે લોકોને ઇન્ટરનેટના ઉપયોગની સુવિધા સીધે અંતરિક્ષથી મળી શકે છે. વાઇ ફાઇની આ સુવિધા હેઠળ ઇન્ટરનેટ તમે સીધા સ્પેસથી પ્રાપ્ત કરી શકશો અને તે પણ કોઇપણ પૈસા ચૂકવ્યા વિના એટલે કે બિલકુલ મફત.

એક અમેરિકન કંપની દુનિયાભરના લોકોને મફત ઇન્ટરનેટ આપવા માટે અંતરિક્ષમાં આઉટરનેટના નિર્માણની યોજના બનાવી રહી છે. આઉટરનેટ સેટેલાઇટ્સના માધ્યમથી પ્રસારિત કરવામાં આવનાર ગ્લોબલ નેટવર્ક હશે.

ન્યૂયોર્કમાં સ્થિત બિન નફાકારક સંસ્થા મીડિયા ડેવલોપમેન્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (એમડીઆઇએફ) અનુસાર આ યોજના દુનિયાભરના બધા લોકોને કોઇપણ પ્રકારની રોકટોક વિના અને સેન્સરશિપથી મફત ઇન્ટરનેટથી સુવિધા ઉપલબ્ધ કરાવશે.

space

આ ટેક્નોલોજીના માધ્યમથી ધરતી પર હાજર હજારો સંચાલન કેન્દ્રો પરથી સેટેલાઇટ્સના માધ્યમથી ડેટા મોકલી શકાશે, જેનો ઉપયોગ દુનિયાભરના લોકો પોતાના ફોન અથવા કોમ્યુટરના માધ્યમથી કરી શકશે. સંસ્થાનું કહેવું છે કે દુનિયાભરના 40 ટકા લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા નથી. સંસ્થાનો પ્રયત્ન છે કે ઇન્ટરનેટની આ સુવિધા આ ટેક્નોલોજીના માધ્યમથી દુનિયાના દરેક વ્યક્તિ પાસે ઉપલબ્ધ હોય અને તે પણ વાઇ ફાઇ જેવું ઇન્ટરનેટ જે તમારા મુજબની ઝડપથી ચાલશે.

આ એકતરફી એટલે કે વન વે નેટવર્ક હશે. આના હેઠળ જાણકારી સેટેલાઇટ સુધી મોકલવામાં આવશે અને પછી તે જાણકારી દુનિયાભરન લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રકારના નેટવર્કનું નિર્માણ કરવું ખૂબ ખર્ચાળ નહી હોય. સેટેલાઇટ્સને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની શરૂઆત આગામી વર્ષે કરવામાં આવી શકે છે.

English summary
Forget what you know about the Internet, especially the part where you have to pay to access it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.