For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરમાણુ કાર્યક્રમ રોકવા તૈયાર થયુ ઇરાન

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે એક કરાર હેઠળ ઇરાને પોતાના પરમાણુ કાર્યક્રમોને રોકવા માટે સહમતિ આપી દીધી છે. વિશ્વના છ શક્તિશાળી દેશો અને ઇરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમોને લઇને થયેલી આ સમજૂતિ અંગે જણાવતા ઓબોમાએ કહ્યું છે કે, ઇરાનમાં લાગેલા પ્રતિબંધોમાં આંશિક રિયાયતના અવેજમાં ઇરાન સંવર્ધિત યુરેનિયમના ભંડારનું કામ કરશે અને પોતાના પરમાણું સંયત્રોની દેખરેખ માટે ખોલશે.

છેલ્લા પાંચ દિવસોની વાર્તા બાદ આ દેશોના વિદેશ મંત્રીઓએ આ ઇરાનને પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી આ સમજૂતિની પૃષ્ટી કરી છે. સમજૂતિ બાદ જેનેવામાં ઇરાનની વિદેશીમંત્રી મહોમ્મદ જાવેદ જરીફે કહ્યું છે કે, તેમની પાસે યુરેનિયમ સંવર્ધિત કરવાનો અધિકાર છે, જેને ખતમ ના કરી શકાય અને તે આવું કરવાનું જારી રાખશે.

barack-obama-iran
પરંતુ અમેરિકાના વિદેશમંત્રી જોન કેરીએ કહ્યું કે, આ સમજૂતિમાં એ વાત નથી કે, ઇરાન પાસે યુરેનિયમ સંવર્ધનનો અધિકાર છે આ તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક છ મહિનામાં ઇરાનના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવામાં આવશે.

આ નિવેદન અનુસાર સમજૂતિમાં એ વાત પણ સામેલ છે કે ઇરાનની યુરેનિમય સંવર્ધન ક્ષમતા, સંવર્ધિત યુરેનિયમના ભંડાર, તેના સેંટ્રીફ્યુઝની સંખ્યા અને અરાક રિએક્ટરમાં પ્લુટોનિયમ તૈયાર કરવાની ક્ષમતાથી જોડાયેલી ઉંડી ચિંતાઓને દૂર કરવામાં આવશે.

અમેરિકાનું કહેવું છે કે ઇરાનને જે રિયાયતો આપવામાં આવશે તેની પારદર્શિતા વધશે અને તને પરમાણુ કાર્યક્રમોની પણ દેખરેખ થઇ સકશે. બીજી તરફ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જેનેવામાં થયેલી સમજૂતિનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વિટર પર કહ્યુ કે આ સકારાત્મક પગલાંથી નવા રસ્તા ખુલશે.

English summary
US President Barack Obama on Sunday hailed the historic deal reached by Western powers with Iran over its controversial nuclear programme, calling it the "most significant" and "an important first step" that will help prevent Tehran from creating an atomic weapon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X