For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IS એ કાબુલ એરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી, ફોટો પણ જાહેર કર્યો

કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં કુલ 72 લોકોના મોત થયા છે, જ્યારે આ હુમલામાં 143 લોકો ઘાયલ થયા છે. કાબુલ એરપોર્ટ પર એક બાદ એક એમ કુલ બે બ્લાસ્ટ થવાને કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાન : કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં કુલ 72 લોકોના મોત થયા છે, જ્યારે આ હુમલામાં 143 લોકો ઘાયલ થયા છે. કાબુલ એરપોર્ટ પર એક બાદ એક એમ કુલ બે બ્લાસ્ટ થવાને કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ હુમલામાં 13 અમેરિકન સૈનિક માર્યા ગયા હોવાના અહેવાલ છે, જેમાં એક મરીન અને નેવી મેડિકના મોત થયા હોવાના અહેવાલ છે.

ઇસ્લામિક સ્ટેટે આ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે, અમે કાબુલ એરપોર્ટ પર બંને હુમલા કર્યા છે. આ સાથે IS દ્વારા આત્મઘાતી બોમ્બરની તસવીર પણ શેર કરવામાં આવી છે, જે કાબુલ એરપોર્ટના ગેટ પર જઈને વિસ્ફોટ થયો હતો.

Kabul airport Blast

કાબુલ એરપોર્ટ પર પ્રથમ વિસ્ફોટ થયો, ત્યારે પેન્ટાગોન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અમે ખાતરી કરી શકીએ છીએ કે એબી ગેટ પર વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા અમેરિકનો અને નાગરિકો માર્યા ગયા હતા. આ સાથે અમે એ પણ પુષ્ટિ કરી શકીએ છીએ કે, બેરોન હોટલ પાસે વિસ્ફોટ થયો હતો, જે એબી ગેટથી થોડે દૂર છે. અમે તમને આ વિશે વધુ માહિતી આપતા રહીશું. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ એરપોર્ટ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે, આવી સ્થિતિમાં આ હુમલાથી લોકોને ઘણું નુકસાન થયું છે અને ઘણા લોકોના મોત થયા છે.

આ આતંકવાદી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અમને હજૂ સુધી આ હુમલામાં તાલિબાન અને ISનું કનેક્શન મળ્યું નથી. જેમણે આ હુમલો કર્યો છે, અમે તેમને ગમે ત્યાંથી શોધીને ખતમ કરી નાખીશું. જો બાઇડને કહ્યું કે, અમે હુમલાખોરોને ન તો ભૂલીશું અને ન તો માફ કરીશું. આ હુમલામાં એક ડઝનથી વધુ સૈનિકો માર્યા ગયા છે, ત્યાર બાદ આ સૈનિકોના સન્માનમાં 30 ઓગસ્ટ સુધી અમેરિકન ધ્વજ અડધી લહેરાશે.

English summary
A total of 72 people have been killed so far in the blast at Kabul airport, while 143 people have been injured in the attack. The Islamic State has claimed responsibility for the attack, saying "we have carried out both attacks on Kabul airport."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X