બાર્સિલોનામાં ISISએ કર્યો આતંકી હુમલો,13ની મોત,100 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

સ્પેનના કૈમબ્રિલ્સમાં 24 કલાકમાં બીજો હુમલો થયો છે. એક પોલીસકર્મીની સમતે આ હુમલામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુરુવારે રાતે બાર્સિલોનામાં એક વ્યક્તિએ પગપાળા ચાલી રહેલા લોકો પર વાન ચલાવી અને લોકોને ચકદી નાંખ્યા હતા. આ હુમલામાં 13 લોકોની મોત થઇ હતી. અને 100 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે પછી પોલીસે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો હતો. સ્થાનિક મીડિયા મુજબ ઘટના લાસ રામબ્લાસમાં થઇ હતી. મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

Barcelona attack

ત્યાં જ આતંકી સંગઠન ISISની પ્રોપેગેંડા એજન્સીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ મામલે સ્થાનિક પોલીસે બે સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે. અને 5 શંકાસ્પદ લોકો મારી નાંખવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી મુજબ હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સાથે જ ટ્રેન, મેટ્રો સ્ટેશન અને સ્ટોરને બંધ કરી દેવામાં આવ્યા છે. વધુમાં આંતકીઓએ એક હોટલમાં લોકોને બંધક બનાવ્યા હોય તેવી પણ ખબર આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે તેવું પણ જાણવા મળ્યું છે.

English summary
The Islamic State has struck once again and this time at Barcelona and once again the vehicle was the weapon.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.