For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસ્લામિક સ્ટેટે લીધી પાકિસ્તાનમાં મસ્જિદ વિસ્ફોટની જવાબદારી, હુમલામા અત્યાર સુધી 57ના મોત, 200 ઘાયલ

ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)એ પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક મસ્જિદમાં વિસ્ફોટની જવાબદારી લીધી છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)એ પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક મસ્જિદમાં વિસ્ફોટની જવાબદારી લીધી છે. જેમાં 50થી વધુ લોકોના જીવ જતા રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મીડિયા રિપોર્ટના હવાલાથી આ સમાચાર આપ્યા છે. શુક્રવારે(4 માર્ચ) પેશાવરમાં મસ્જિદ પાસે બે આતંકવાદીઓએ પોલિસ અધિકારીઓ પર ગોળીઓ ચલાવી દીધી હતી ત્યારબાદ એમાંથી એકે બિલ્ડિંગમાં ઘૂસીને ધમાકો કર્યો. આ હુમલામાં અત્યાર સુધી 57 લોકોના મોત થઈ ગયા છે અને 200થી વધુ ઘાયલ થઈ ગયા છે.

peshawar

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસે શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટની નિંદા કરીને કહ્યુ કે, 'પૂજાા ઘર પનાહગાહ હોવા જોઈએ, બૉમ્બ ધમાકાના લક્ષ્ય નહિ.' સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એંતોનિયો ગુટારેસે ટ્વિટ કર્યુ, 'હું પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારની નમાઝ દરમિયા થયેલ ભીષણ હુમલાની નિંદા કરુ છુ. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પ્રત્યે મારી સંવેદના અને પાકિસ્તાનના લોકો સાથે મારી એકજૂટતા છે.'

પાકિસ્તાનના માનવાધિકાર આયોગ(એચઆરસીપી)એ શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટની આકરી નિંદા કરી, જેનો ઉદ્દેશ્ય શિયા ઉપાસકોને નિશાન બનાવવાનો હતો. એચઆરસીપીએ એક નિવેદનમાં કહ્યુ, 'હુમલો સ્પષ્ટ રીતે શિયા ઉપાસકોને લક્ષિત કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો અને એ સાંપ્રદાયિક સંગઠનોની ઓળખ છે જેમણે હાલના વર્ષોમાં પરસ્પર લડવાની અનુમતિ આપવામાં આવી છે.'

રેડિયો પાકિસ્તાને શુક્રવારે જણાવ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પેશાવર વિસ્ફોટની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો જેમાં 56 લોકોના મોત થઈ ગયા અને 200 અન્ય ઘાયલ થયા. લેડી રીડિંગ હૉસ્પિટલ(એલઆરએચ)ના પ્રવકતા મોહમ્મદ આસિમે ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી અને કહ્યુ કે અમુક ઘાયલોની હાલત ગંભીર છે.

English summary
Islamic State claims responsibility for mosque explosion in Peshawar Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X