Israel Attacks Iran : ઇઝરાયેલ કેમ હાથ ધોઈને ઈરાન પાછળ પડ્યુ છે? જાણો શું છે આ દુશ્મનીનું સાચુ કારણ?
Israel Attacks Iran : પેલેસ્ટાઈનને ભરખી જનારૂ ઈઝરાયેલ હમાસ અને હિઝબુલ્લાહની આડમાં ઈરાન, બેબનાન અને સિરિયા જેવા દેશોને નિશાન બનાવી રહ્યું છે.
હાલમાં જ ઇજરાયેલે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઇઝરાયેલ આ હુમલો ઈરાનના મિસાઈલ હુમલાના બદલામાં રહી રહ્યું હોવાનો દાવો કરી રહ્યું છે.

હુમલા બાદ ઇઝરાયેલે દાવો કર્યો છે કે હવાઈ હુમલામાં તેણે ઈરાનની રાજધાની તેહરાન અને અન્ય શહેરોમાં લશ્કરી સ્થળો પર હુમલો કર્યો છે. તેણે મિસાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ પર હુમલો કર્યો છે જ્યાં મિસાઈલનું ઉત્પાદન થતું હતું અને ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયેલ પર મિસાઈલ છોડાવી હતી.
આ હુમલાએ ઈરાનને ચૌકાવ્યુ છે. ઈરાને દાવો કર્યો છે કે તેને નજીવું નુકસાન થયું છે પરંતુ એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલના હુમલાથી ઈરાન ગુસ્સે છે અને તે થોડા દિવસોમાં ઇઝરાયેલ પર વળતો હુમલો કરી શકે છે.
શુક્રવારે રાત્રે ઈરાન પર ઈઝરાયેલનો હુમલો બદલો લેવા માટે હતો. અહીં એક સવાલ એ પણ છે કે આખરે આ લડાઈ ક્યારથી ચાલી રહી છે અને બન્ને વચ્ચે દુશ્મનીનું સાચુ કારણ શું છે?
ઇઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચે વિવાદ યહુદીઓ શરણાર્થીઓ તરીકે પેલેસ્ટાઈન આવ્યા ત્યારથી છે. તેમણે ધીમે ધીમે સંખ્યા વધારી અને જમીન કબજે કરી લીધી. પેલેસ્ટાઈને આનો વિરોધ કર્યો ત્યારે તેમની વચ્ચે વિવાદ શરૂ થયો. આ વિસ્તાર બ્રિટનના નિયંત્રણ હેઠળ હતો, તેથી તેણે પેલેસ્ટાઈનમાં યહૂદીઓ માટે જગ્યા આપી અને તેમના અલગ દેશ જાહેર કરી દીધો.
1947માં યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટાઈનને બે ભાગમાં વહેંચી દીધું ત્યારે ઈઝરાયલે આ વાત સ્વીકારી હતી પરંતુ પેલેસ્ટાઈન તેનો વિરોધ કર્યો અને બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ઇઝરાયેલ આ યુદ્ધ જીતી ગયું અને પેલેસ્ટિનિયનો તેમની જ જમીન પર શરણાર્થી બન્યા અને ગાઝા પટ્ટીમાં રહેવા લાગ્યા.
અહેવાલો અનુસાર, ઇઝરાયેલ યુદ્ધ જીત્યા બાદ એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું, જેને દુનિયાએ સ્વીકાર્યું પરંતુ તે પેલેસ્ટાઇનથી ડરે છે. તે પેલેસ્ટિનિયન એકતા, તેમના નિશ્ચય, પેલેસ્ટિનિયન લોકશાહી, તેમની કવિતા અને તેમના પ્રતીકોથી પણ ડરે છે.
ઇઝરાયેલને ડર છે કે જે દિવસે પેલેસ્ટિનિયનોની સંખ્યા વધશે ત્યારે તેમનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. આ કારણે ઈઝરાયેલ પેલેસ્ટાઈનનો વિરોધ કરે છે અને ઈઝરાયેલ પેલેસ્ટાઈનને સમર્થન કરનારાઓનો વિરોધ કરે છે. મોટાભાગે મુસ્લિમ દેશો પેલેસ્ટાઈનના સમર્થક રહ્યા છે, જેના કારણે ઈઝરાયેલ મુસ્લિમ વિરોધી બની ગયું છે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના વિવાદની વાત કરીએ તો બન્ને વચ્ચે સંબંધો શરૂઆતથી જ બહુ સારા રહ્યા નથી. 1947માં યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટાઈનના વિભાજનની જાહેરાત કરી ત્યારે ઈરાન એ 13 દેશોમાં સામેલ હતું જેણે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. 1949માં ઈરાને ઇઝરાયેલનું સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ આપવાનો પણ વિરોધ કર્યો હતો.
જો કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો પહેલવી વંશના આગમન સાથે સુધર્યા અને ઈરાન તુર્કી પછી ઈઝરાયેલને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપનારું બીજું રાષ્ટ્ર બન્યું હતું. આ પછી પરિસ્થિતિ બગડી અને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી બગડ્યા.
અહીં ઈરાનને ઈસ્લામિક દેશ જાહેર કરવામાં આવ્યો અને ઈઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. પેલેસ્ટાઈનના સમર્થક હમાસ અને હિઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનોને ઈરાને આશ્રય આપ્યો છે, આ કારણથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો વિવાદોથી ભરેલા છે.












Click it and Unblock the Notifications
