Israel under Attack : 76 વર્ષ જૂની લોહિયાળ દુશ્મની, જાણો શુ છે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેની પુરી બબાલ?
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી એક વખત લોહિયાળ સંઘર્ષની શરૂઆત થઈ છે. 76 જૂની આ દુશ્મનીને કારણે ફરીથી નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. આ કહાની જેટલી શરૂ થઈ ત્યારથી લઈને અત્યારસુધી લોહી વહાવી રહી છે.
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર રોકેટ હુમલા કરતા હવે યુદ્ધ છેડાયુ છે. હવે ઈઝરાયેલે હવાઈ હુમલા તેજ કર્યા છે અને લોહી વહી રહ્યું છે. લગભગ 76 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે.

આ સંઘર્ષની શરૂઆત કેવી રીતે શરૂ થઈ?
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ વર્ષો જૂનો છે. 1947માં યુનાઈટેડ નેશન્સે બ્રિટિશ કોલોનીના વિભાજનની યોજનાને મંજૂરી આપી અને આરબ અને યહૂદી રાજ્યોની રચનાને લીલી ઝંડી આપી દીધી.
14 મે 1948 ના રોજ ઇઝરાયેલની રચના કરવામાં આવી અને સાથે આરબ-ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયું. પ્રથમ યુદ્ધ 1949 માં ઇઝરાયેલની જીત સાથે સમાપ્ત થયું. આ યુદ્ધમાં 750,000 પેલેસ્ટિનિયનોને ઘર છોડવા પડ્યા. પ્રદેશને 3 ભાગોમાં તોડીને ઇઝરાયેલ, વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી અસ્તિત્વમાં આવ્યા.
સતત તણાવ વધતો રહ્યો
સમય જતાં આ વિસ્તારમાં શાંતિને બદલે તણાવ વધતો રહ્યો. ઇઝરાયેલ, ઇજિપ્ત, જોર્ડન અને સીરિયા એકબીજા સાથે લડતા રહ્યા. 1956ની સુએઝ કટોકટી અને સિનાઈ દ્વીપકલ્પ પર ઈઝરાયેલી આક્રમણને પગલે ઈજિપ્ત, જોર્ડન અને સીરિયાએ ઈઝરાયેલી સૈનિકો સામે એક થવા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.
1967 માં યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર થયા
જૂન 1967 માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ગમાલ નાસરની ઉશ્કેરણીથી ઇઝરાયેલે ઇજિપ્ત અને સીરિયન હવાઈ મથકો પર હુમલો કર્યો અને ઇજિપ્ત પાસેથી સિનાઇ દ્વીપકલ્પ અને ગાઝા પટ્ટી છીનવી લીધી. ઇજિપ્ત અને સીરિયાએ તેમના ખોવાયેલા પ્રદેશને પાછો મેળવવા માટે ઇઝરાયેલ પર બે મોરચે હુમલો કર્યો અને ઇજિપ્તના પ્રમુખ અનવર અલ-સદાતે યુદ્ધમાં વિજયની જાહેરાત પણ કરી દીધી.
1979 માં યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટોની શ્રેણી પછી ઇજિપ્ત અને ઇઝરાયેલના પ્રતિનિધિઓએ કેમ્પ ડેવિડ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પછી ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે ત્રીસ વર્ષનો સંઘર્ષ સમાપ્ત થયો.
કેમ્પ ડેવિડ કરાર
કેમ્પ ડેવિડ સમજૂતીએ ઇઝરાયેલ અને તેના પડોશીઓ વચ્ચેના સંબંધો સુધાર્યા પરંતુ પેલેસ્ટિનિયનો હજુ પણ સ્વ-શાસનના માટે સંઘર્ષ કરી રહ્યા છે. 1987 માં પશ્ચિમ કાંઠે અને ગાઝા પટ્ટીમાં રહેતા હજારો પેલેસ્ટિનિયનોએ ઇઝરાયેલી સરકાર સામે બળવો કર્યો જેને પ્રથમ ઇન્તિફાદા તરીકે ઓળખવામાં આવે છે.
1993ના ઓસ્લો સમજૂતીએ વેસ્ટ બેંક અને ગાઝામાં પેલેસ્ટિનિયનો માટે પોતાનું શાસન કરવા માટેની વ્યવસ્થા કરી અને નવી સ્થપાયેલી પેલેસ્ટિનિયન ઓથોરિટી અને ઇઝરાયેલ સરકાર વચ્ચે સહમતિ બની.
1995 માં ઓસ્લો 2 કરારમાં પ્રથમ કરારનું વિસ્તરણ કરાયું તેમાં સામેલ જોગવાઈઓ ઇઝરાયેલને પશ્ચિમ કાંઠાના 6 શહેરો અને 450 નગરોમાં સંપૂર્ણ વાપસીની ખાતરી આપવામાં આવી.
2014 માં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા
આ પછી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વિરોધ છતાં ઈઝરાયેલી સરકારે 2002માં વેસ્ટ બેંકની આસપાસ દિવાલ બનાવી દીધી. 2013 માં યુનાઇટેડ સ્ટેટ્સે વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સરકાર અને પેલેસ્ટિનિયન ઓથોરિટી વચ્ચે શાંતિ પ્રક્રિયાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો.
જો કે 2014માં પેલેસ્ટિનિયન ઓથોરિટીના શાસક પક્ષ ફતાહે તેના હરીફ જૂથ હમાસ સાથે સંયુક્ત સરકારની રચના કરી ત્યારે આ શાંતિ વાટાઘાટો ભાંગી પડી. હમાસ ઇજિપ્તની મુસ્લિમ બ્રધરહુડ સાથે જોડાયેલી સંસ્થા છે, જેની સ્થાપના 1987માં પ્રથમ ઇન્ટિફાદા બાદ કરવામાં આવી હતી. તેને 1997 માં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યુ છે.
આ પછી 2014 માં ઉનાળામાં ઇઝરાયેલી દળો અને હમાસ વચ્ચે બીજુ યુદ્ધ થયુ. આમાં હમાસે ઇઝરાયેલ પર આશરે ત્રણ હજાર રોકેટ છોડ્યા અને ઇઝરાયેલે ગાઝામાં મોટા હુમલા સાથે બદલો લીધો. ઑગસ્ટ 2014 ના અંતમાં ઇજિપ્તની દલાલીથી શાંતિ કરાર થયો અને અથડામણ અંત આવ્યો. આ યુદ્ધમાં 73 ઇઝરાયેલી અને 2,251 પેલેસ્ટિનિયન લોકોના મોત થયા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
