લેબનોન પેજર હુમલા પાછળ નેતન્યાહૂનો હાથ! 40 લોકોના જીવ લીધા હતા
Lebanon Pager Attack: ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેટલી જ તે ઘાતક પણ બનતી જઈ રહી છે. લેબનોનમાં સૌથી વધુ પેજરનો ઉપયોગ થતો કેમ કે પેજર હેક કરવું અશક્ય સમાન હતું. પરંતુ હવે હિંસક માનસિકતા ધરાવતા લોકોએ પેજર સુરક્ષિત હોવાના મંતવ્ય પર પણ ફરી વિચારતા કરી દીધા છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ એક નિવેદન આપ્યું. જેમાં તેમણે લેબનોનમાં થયેલ પેજર હુમલામાં ઈઝરાયલની ભૂમિકા હોવાની વાત કબૂલી છે. આ હુમલામાં 40 જેટલા લોકોના મૃત્યુ થયાં હતાં અને 3000થી વધુ લોકો ઘાયલ થયા હતા.
નેતન્યાહૂએ સપ્ટેમ્બરમાં લેબનાનમાં સ્થિત આતંકવાદી સંગઢન હિજબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલાને મંજૂરી આપી દીધી હતી. જ્યારે લેબનાને સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનમાં આ હુમલાઓને લઈ ફરિયાદ નોંધાવી ત્યારે આ નિવેદન સામે આવ્યું હતું.
નેતન્યાહૂએ કહ્યું કે હિઝબુલ્લાહના સંચાર નેટવર્કને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ઈઝરાયલે હુમલો કર્યો હતો. ઈઝરાયલી સેનાએ લેબનાનમાં હજારો પેજર અને વૉકી ટૉકીનો ઉપયોગ કરી રહેલા હિજબુલ્લાહ સભ્યોને નિશાન બનાવ્યા. આ પેજરોમાં જીપીએસ, માઈક્રોફોન અથવા કેમેરા જેવી દેખરેખ રાખી શકાય તેવી વિશેષતાઓ નહોતી પરંતુ છતાં ઈઝરાયલે ટેક્નોલોજીકલ હુમલાથી તેને નિષ્ક્રિય કર્યા.
હિઝબુલ્લાહ પ્રમુખ હસન નરસલ્લાહનું મૃત્યુ
કેબિનેટ બેઠકમાં નેતન્યાહૂએ પણ સ્વીકાર્યું કે ઈઝરાયલી સેનાએ બેરૂતમાં એક સટીક હુમલામાં હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહને પણ ઠાર માર્યો છે. નેતન્યાહૂ મુજબ આ હુમલો ઈઝરાયેલના રક્ષા અધિકારીઓ અને રાજનૈતિક નેતૃત્વના વિરોધ છતાં કરવામાં આવ્યો.
લેબનાને આપી પ્રતિક્રિયા
ઈઝરાયલ પર લેબનાને અત્યાધુનિક ટેકનિકલ હુમલો અને માનવતા વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનમાં ફરિયાદ નોંધાવી. આ ઉપરાંત ઈઝરાયેલના હુમલા પછી ઈરાને પણ પ્રતિક્રિયાના સ્વરૂપે ઈઝરાયેલ પર મિસાઈલો દાગી દીધી હતી.
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ મુજબ તેમણે ઈઝરાયેલ પર 400થી વધુ હાઇપરસોનિક ફત્તાહ મિસાઈલ્સ દાગી હતી, જો કે ઈઝરાયલે દાવો કર્યો કે તેમાંથી મોટાભાગની મિસાઈલોને અમેરિકી અને ઈઝરાયલી રક્ષા પ્રણાલીએ નષ્ટ કરી દીધી.












Click it and Unblock the Notifications
