For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલીના રક્ષા કંપનીના CEOની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

helicopter
રોમ, 12 ફેબ્રુઆરી: ઇટલીની વિમાન તથા રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની 'ફિનમેક્કાનિકા'ના મુખ્ય કાર્યકારીને ભારત સરકારને કથિત રીતે લાંચ આપવાના મામલે મંગળવારે ઇટાલિયન પોલીસે ધરપકડ કરી લીધી છે. મીડિયાના સમાચારોમાં તેમની ધરપકડની વાત કરવામાં આવી છે.

જિઉસેપ્પે ઓરસી મહિનોથી તપાસ હેઠળ હતા અને તેમને આ વાતથી મનાઇ કરી હતી કે 2010માં ભારતને 12 'અગસ્તાવેસ્ટલેંડ' હેલિકોપ્ટર વેચવાના સોદામાં કંઇક ખોટું કર્યું છે. મેજિસ્ટ્રેટે 1 અગસ્તાવેસ્ટલેંડ2 ના પ્રમુખ બ્રૂનો સ્પૈગ્નોલિનીને નજરબંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. સ્થાનિક સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે લાંચના મામલામાં સ્વિત્ઝરલેંડમાં રહેનાર બે સંદિગ્ધ વચોટિયાના પ્રત્યર્પણનો પણ આગ્રહ કર્યો છે.

'ફિનમેક્કાનિકા' જ એકમાત્ર એવી ઇટાલિયન કંપની નથી જે લાંચના પરિધમાં હોય. ફરિયાદી પક્ષે ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે અલ્ઝિરિયામાં કોંટ્રાક્ટ લેવા માટે અલ્ઝિરિયાઇ અધિકારીને લાંચ આપવાના આરોપોના મુદ્દે ઇટાલિયન ઉર્જા કંપની 'એએનઆઇ'ના મુખ્ય કાર્યકારી પાઓલો સ્કારોનીની તપાસ કરી રહ્યાં છે. ઇટલીની ત્રીજી સૌથી મોટી બેંક 'બેંકા મોંટે ડઇ પાશ્ચી ડિ સિએના' પણ ખરાબ સંચાલનથી હચમચી ઉઠ્યો છે અને તેને રાહત પેકેજની માંગણી કરવી પડી છે.

English summary
A top ranking official of an Italian defence giant Finmeccanica has been arrested over corruption allegations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X