જલપરી હોય છે કે નહીં, ડોક્ટરોએ રહસ્ય પરથી ઊઠાવ્યો પરદો!!

લંડન, 29 સપ્ટેમ્બર: વાર્તાઓમાં સાંભળવામાં આવતી જલપરીઓ હકીકતમાં હોય છે કે નહીં એ રહસ્ય પરથી પરદો ઊઠી ચૂક્યો છે. જલપરી એટલે કે અડધુ શરીર મનુષ્યનું અને અડધુ માછલીનું. હવે જલપરીઓ જેવા શરીરવાળા ઘણા ચોંકાવનાર માનવ બાળકોનો જન્મ થયો છે જે ડોક્ટરો માટે રિસર્ચનો વિષય બની ગયા હતા. પરંતુ હવે તેના આ રાજ પરથી પરદો ઊઠી ગયો છે.

ડેલીમેઇલ અનુસાર વ્યવસાયે એક મેડિકલ હિસ્ટોરિયન લિંડસે ફિટ્સહૈરિસનું કહેવું છે કે જલપરીની સંપૂર્ણ અવધારણા માનવોને થનારી એક મેડિકલ કંડિશન સાથે સંકળાયેલી છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી પાસઆઉટ લિંડસેએ જણાવ્યું કે આ મેડિકલ કંડિશનને સાઇરનોમેલિયા કહેવામાં આવે છે. આ કંડીશનને મરમેડ સિંડ્રોમ નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારી 100000 બાળકોમાંથી કોઇ એકને થાય છે.

મરમેડ સિંડ્રોમ નામની આ બીમારીમાં કોઇ નવજાતના પગ નીચેથી જોડાયેલા હોય છે. લિંડસેએ તેની પાછળનું કારણ જણાવ્યું કે ગરભમાં વિકાસ દરમિયાન માતાની ગર્ભનાળ બે ધમનિયો બનાવવામાં અસફળ થઇ જાય છે, તો બાળકોના પગ અલગ થઇ શકતા નથી.

આવા બાળકોના અંગ ચોટેલા જ રહે છે. જોવામાં એવું લાગે છે કે તે એક જલપરી છે પરંતુ તે માત્ર એક મેડિકલ કંડિશન હોય છે. જોકે આ બીમારીના વધારે કેસ સામે નથી આવ્યા, અને વધારે જોડાયેલા પગ વાળા બાળકો જન્મના થોડા જ દિવસો સુધી જીવતા રહી શકે છે. પરંતુ ઘણા ઓછા કેસ એવા પણ છે કે જેમાં આ બીમારી વાળા બાળકો કિશોરાવસ્થા સુધી જીવીત રહી શકે છે.

લિંડને જણાવ્યું કે મરમેડ સિંડ્રોમ થવાનું એક કારણ પગનું વળી જવું પણ છે. ભૂલથી જો વિકસિત થઇ રહેલા બાળકનો પગ ખોટી દિશામાં ફરી જાય તો પણ આ સિંડ્રોમના હોવાનો ખતરો રહે છે.

વૈજ્ઞાનિકોએ પણ કંઇક આવા જ સામે આવેલા કેસોને સંરક્ષિત કર્યા છે. આવી જ રીતે એક બાળક એમ્સ્ટરડેમના રોલિક મ્યૂઝિયમમાં કાચની પેટીમાં રાખેલ છે, જેને જોઇને એવું લાગે છે કે આ જલપરી છે.

આ ઉપરાંત વર્ષ 2006માં પેરુવિયામાં આ બીમારીથી પીડિત મેલાગ્રાસ સેરોન નામની એક બાળકીએ જન્મ લીધો હતો. જન્મના એક વર્ષ બાદ ડોક્ટરોએ આ બાળકીના જોડાયેલા પગને અલગ કરવા માટે સર્જરી કરી. આ બાળકીનું આ ક્રિટિકલ ઓપરેશન તેના પગ, પ્રાઇવેટ પાર્ટ અને કિડની એકબીજા સાથે જોડાયેલ હોવાના કારણે વર્ષો સુધી ઘણા ચરણોમાં ચાલ્યું. આ પહેલી એવી તક હતી કે જ્યારે જલપરીની જેમ દેખાતી બાળકીને ઓપરેશનથી ટીક કરવામાં આવી અને તે સામાન્ય બાળકીની જેમ ઠીક થઇ શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X