હરાજીમાં જેમ્સ બોન્ડની કારના બે કરોડ રૂપિયા ઉપજ્યા

હરાજી ધરના ક્રિસ્ટીનું કહેવું છી કે તાજેતરના બ્રાંડ અભિનેતા ડેનિયલ ક્રેગ દ્રારા ઉપયોગમાં લેવામાં આવેલી કારને 'બ્રાંડ મૂવી મેમોરિબિલા' હેઠળ હરાજી કરવામાં આવી છે. જેમાં બોન્ડ ફિલ્મોની યાદગાર વસ્તુઓને રાખવામાં આવી છે. 2008 મોડલની ઑસ્ટન માર્ટિન છ લીટર વી12 ડીબીએસ 2 ડોર કુપે કારને ગુપ્ત ગ્રાહકે દોઢ ગણી વધારે આપી ખરીદી છે.
બોન્ડની આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર જૂડી ડેંચ આ હરાજી દરમિયાન હાજર હતી. આ હરાજીમાં ક્રેગ દ્રારા એક અન્ય બોન્ડ ફિલ્મ કેસિનો રૉયલમાં ઉપયોગમાં લેવામાં આવેલી બે જોડી જીન્સની હરાજી કરવામાં આવી. જેની કિંમત 44,500 પાઉન્ડ (લગભગ 37 લાખ રૂપિયા)ની બોલી લાગી હતી. આ રકમ એક મહિલા સંસ્થાને દાનમાં આપવામાં આવી છે.
જેમ્સ બોન્ડ શ્રેણીની આ મહિને રીલીઝ થનારી ફિલ્મ સ્કાઇ ફોલમાં અભિનેતા ડેનિયલ ક્રેગ દ્રારા પહેરવામાં આવેલી ટાઇટેનિયમ ઘડીયાળની હરાજી કરવામાં આવી હતી. જેના 157300 પાઉન્ડ (લગભગ એક કરોડ 31 લાખ રૂપિયા) માં ખરીદવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
