For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1.6 લાખ ડોલરમાં વેંચાઇ જેમ્સ બોન્ડની ઘડિયાળ

|
Google Oneindia Gujarati News

james-bond
તમને કદાચ યાદ હોય તો 1965મા જેમ્સ બોન્ડ શ્રેણીની એક ફિલ્મ આવી હતી, 'થન્ડર બોલ', આ ફિલ્મના અભિનેતા સીન કોનેરીએ એક શાનદાર ઘડિયાળ પહેરી હતી. એ જ ઘડિયાળની તાજેતરમાં હરાજી કરવામાં આવી છે, જેમા તેની હરાજી 1.6 લાખ ડોલરમાં થઇ છે. પહેલીવાર એવું બની રહ્યું છે કે કોઇ ઘડિયાળની હરાજી કરવામાં આવી હોય અને આટલી મોટી રકમમાં હરાજીમાં કરવામાં આવી હોય.

બ્રિટલિંગ ટોપ ટાઇમ એક એવી પહેલી ઘડિયાળ હતી, જેને પ્રસિદ્ધ ક્યૂ શાખા દ્વારા બનાવવામાં આવી હતી. આ ઘડિયાળમાં એક ગીગર કાઉન્ટર હતું, જે ફિલ્મમાં ન્યૂક્લિયર વિકિરણ પૈદા થતા તેની ઓળખ કરી લેતું હતું.

ક્રિસ્ટીજ અનુસાર, કોનેરીએ આ ઘડિયાળનો ઉપયોગ થંડરબોલમાં નાટોના ચોરી થઇ ગયેલા બે ન્યૂક્લિયર બોમ્બને શોધવા માટે કર્યો હતો. ફિલ્મના અનેક દ્રશ્યોમાં તેને આ ઘડિયાળ પહેરેલો દર્શાવવામાં આવ્યો હતો. જેમાનું એક દ્રશ્ય પાણીની અંદરનું પણ હતું.

English summary
Connery wore in 1965 James Bond movie 'Thunderball' has fetched more than USD 160,000 at Christie's auction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X