Video: સામે આવ્યો જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પર ગોળી મારવાનો વીડિયો, હુમલાખોરે કેવી રીતે કર્યો પાછળથી હુમલો
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને નારામાં એક શેરીમાં ભાષણ આપતી વખતે ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.
ટોક્યોઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને નારામાં એક શેરીમાં ભાષણ આપતી વખતે ગોળી મારવામાં આવી હતી. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. જો કે હજુ સુધી તેમના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. NHK દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિંજો આબે પર પાછળથી હુમલો કરવામાં આવ્યો અને તેમને ગોળી મારી દેવામાં આવી. જો કે, હુમલાખોરને વીડિયોમાં જોઈ શકાતો નથી પરંતુ જોઈ શકાય છે કે કેવી રીતે ગોળીબાર પછી શિંજો આબે અચાનક જમીન પર પડી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેમને ગોળી વાગતાની સાથે જ ધુમાડો ફેલાઈ ગયો અને અચાનક શિંજો આબે નીચે જમીન પર પડી ગયા.

'ગોળી વાગતા જ નીકળવા લાગ્યો ધૂમાડો'
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેમને ગોળી વાગી કે તરત જ ત્યાં ધુમાડો ફેલાઈ ગયો અને અચાનક શિંજો આબે નીચે જમીન પર પડી ગયા. મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોના જણાવ્યા મુજબ આજે સવારે 11.30 વાગ્યે નારા શહેરમાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે શિંજો આબે ભાષણ આપી રહ્યા હતા. જાપાનના સરકારી મીડિયા NHKએ હુમલાના ફૂટેજ જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

શું છે લેટેસ્ટ અપડેટ
મીડિયા રિપોર્ટ્સ મુજબ શિંજો આબે હાલમાં હોસ્પિટલમાં કોમામાં છે. સ્થાનિક ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર શિંજો આબેમાં કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી. જો કે ન્યૂઝ એજન્સી એએફપીએ દાવો કર્યો છે કે તેમનુ મૃત્યુ થયુ છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

શંકાસ્પદ વ્યક્તિની કરવામાં આવી ધરપકડ
પૂર્વ વડાપ્રધાનની હત્યાના પ્રયાસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ બંદૂક પણ જપ્ત કરવામાં આવી છે. જો કે તેના વિશે વધુ માહિતી બહાર આવી નથી. શિંજો આબેને કયા હેતુથી ગોળી મારવામાં આવી હતી તે અંગે પણ કોઈ અહેવાલ નથી. વીડિયોમાં ઘટનાસ્થળે માત્ર ગોળી ચલાવવામાં આવી અને શિંજો આબેના શરીરમાંથી લોહી વહેતુ દેખાઈ રહ્યુ હતુ.

ઘટના સ્થળે હાજર મહિલાએ જણાવ્યુ સત્ય?
ઘટનાસ્થળે હાજર એક મહિલાએ AFPને જણાવ્યુ કે શિંજો આબેને પાછળથી એક વ્યક્તિએ ગોળી મારી હતી. પહેલા જ શોટમાં તે પડી ગયા અને જોરથી અવાજ આવ્યો. તેણે ફરી બીજો શોટ માર્યો, સ્પાર્ક થયો અને ધુમાડો નીકળવા લાગ્યો. બીજી ગોળી પછી લોકોએ શિંજો આબેને ઘેરી લીધા અને તેમનુ હૃદય ધબકવા લાગ્યુ. ત્યારબાદ ભૂતપૂર્વ વડા પ્રધાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
NHK is broadcasting the moment that Japanese Former PM Shinzo Abe was shot from behind. Video does not show the shooter, just the puff of smoke. pic.twitter.com/4CNW1JTmvn
— Global: MilitaryInfo (@Global_Mil_Info) July 8, 2022












Click it and Unblock the Notifications
