Video: જાપાનના PM ફુમિયો કિશિદાના કાર્યક્રમમાં વિસ્ફોટ, સુરક્ષિત બહાર કઢાયા, શંકાસ્પદ વ્યક્તિ પકડાયો
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાના કાર્યક્રમમાં શનિવારે એક વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો, જે બાદ તેમની સુરક્ષામાં તૈનાત જવાનોએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
જાપાનના પ્રધાનમંત્રીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. હાલમાં આ હુમલામાં કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પીએમ પશ્ચિમ જાપાનના વાકાયામા પહોંચ્યા હતા. જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોઈએ ધુમાડા અથવા પાઇપ બૉમ્બથી હુમલો કર્યો. ત્યારબાદ તેમના સુરક્ષાકર્મીઓ સિક્યોરિટી કોર્ડન બનાવીને તેમને સલામત સ્થળે લઈ ગયા. હાલ પીએમ સલામત છે અને તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી.
ઘટના બાદ તરત જ એક શંકાસ્પદ વ્યક્તિને સ્થળ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જોકે પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી પરંતુ સ્થાનિક મીડિયામાં એક વ્યક્તિની ધરપકડનો વીડિયો સામે આવ્યો છે.
અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, પીએમના ભાષણ પહેલા જ એક નાનો વિસ્ફોટ થયો, જેનાથી ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. આ પછી લોકો પોતાને બચાવવા માટે અહીં-તહીં ભાગવા લાગ્યા, જ્યારે મીડિયાકર્મીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા.
岸田さんの演説でまさか目の前で… pic.twitter.com/RcXWnYbuzB
— ゆき (@yukiko_070) April 15, 2023












Click it and Unblock the Notifications
