For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટ એરવેઝના વિમાનમાં લાગી આગ, કરાવવી પડી ઇમરજન્સી લેન્ડીંગ

|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 29 ડિસેમ્બર: એર એશિયાના ગુમ થયેલા વિમાનની શોધખોળ હજી ચાલું છે. આની વચ્ચે આજે જેટ એરવેઝના એક પ્લેનમાં આગ લાગી જવાથી ચકચાર મચી ગઇ છે. જેટ એરવેઝનું એક પ્લેન મુંબઇથી કાઠમાંડૂ જઇ રહ્યું હતું અને તેમાં આગ લાગી જવાથી ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

jet
જેટ એરવેઝના આ પ્લેને મોડી ઉડાન ભરી હતી પરંતુ ઉડાન દરમિયાન ચકલી અથડાઇ જવાના કારણે તેના એક એન્જીનમાં આગ લાગી ગઇ. જેના તુરંત બાદ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. જોકે પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

કાઠમાંડૂ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે પ્લેનનું કાઠમાંડૂ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે, અને તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. જ્યારે એરલાઇન કંપનીના કર્મચારી પ્લેનમાં આવેલી ખરાબીને ઠીક કરવામાં લાગી ગયા છે.

બોઇંઝ 737-800ને કાઠમાંડૂ એરપોર્ટ પર 11.20 વાગ્યે લેંડ કરવાનું હતું. પરંતુ મુંબઇમાં મોડેકથી ઉડાન ભર્યા બાદ પ્લેનના વિંગમાં ચકલી સાથે અથડાઇ જવાના કારણે તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. જ્યારે અધિકારીઓનું કહેવું છે કે આ એક સામાન્ય ઘટના છે જે હંમેશા થાય છે. ચકલીના ટકરાઇ જવાથી આની પહેલા પણ ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી છે.

English summary
Jet Airways flight from Mumbai to Kathmandu made an emergency landing after one its engines caught fire when a bird hit its left wing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X