For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાનો દાવો તેણે માર્યો છે ખૂંખાર આંતકી જેહાદી જ્હોનને!

|
Google Oneindia Gujarati News

જો આ ખબર ખરેખરમાં સાચી હોય તો આઇએસઆઇએસને એક મોટો ઝટકો લાગી શકે છે. અમેરિકાનો દાવો છે કે તેના સેનાના હવાઇ હુમલાએ ખૂંખાર આતંકી જેહાદી જ્હોનને મોતને ઘાટ ઉતાર્યો છે. જેહાદી જ્હોન બ્રિટિશ મૂળનો આતંકી છે જેને આઇએસઆઇએસ માટે કરીને અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

જે દાવા અમેરિકા તરફથી કરવામાં આવ્યા છે તે મુજબ સીરિયામાં અમેરિકી સેનાઓ તરફથી અનેક હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. તેનાથી જેહાદી જ્હોન આશક્ત થયો હતો.તે પછી આઇએસઆઇએસની રાજધાની રાક્કાના હુમલામાં જેહાદી જેનને ગંભીર ઇજાઓ થઇ હતી. અમેરિકાનો દાવો છે કે બિલ્ડિંગથી નીકળતી વખતે તેની ગાડી પર હુમલો થયો હતો.

jihadi john

પેન્ટાગોનની પ્રેસ સેક્રેટરી પીટર કૂકે જણાવેલી માહિતી મુજબ અમેરિકી સેનાએ 12 નવેમ્બરના રોજ જેહાદી જ્હોનને નિશાનો બનાવી હુમલો કર્યો હતો. જોકે પીટર કુકે આ ખબરને પુષ્ઠી કરવા માટે રાહ જોવાની વાત કરી છે.
નોંધનીય છે કે બ્રિટનના પીએમ ડેવિડ કેમરૂને પણ પોતાની ગુપ્તચર સંસ્થાઓને જ્હોને મારી નાખવાનો આદેશ આપ્યો હતો. તો બીજી તરફ રુસે પણ આ આતંકીને મારી નાખવા માટે પોતાની તાકાત લગાવી હતી.

નોંધનીય છે કે જેહાદી જ્હોનનું સાચું નામ મોહમ્મદ એમવાઝી છે. તેનું નામ પહેલાવાર સમાચારોમાં અમેરીકિ જર્નલિસ્ટ જેમ્સ ફોલેની હત્યાના કારણે આવ્યું હતું. જે બાદ તેની આતંકી પ્રવૃત્તિઓના લીધે કરીને તે દુનિયા માટે તે એક મોટો ખતરો બની ગયો હતો.

English summary
US has made a claim and says that in an air strike its forces have been killed ISIS terrorist Jihadi John. British origin terrorist Jihadi John is the one who beheaded people from US, Britain and few other countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X