For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોબી જિંદાલે કરી ઓબામાની આલોચના

By Super
|
Google Oneindia Gujarati News

Barack-Obama
વોશિંગ્ટન, 28 ફેબ્રુઆરીઃ ખર્ચ પર કાપ મુકવામાં એક સામાન્ય રાય બનાવવામાં નિષ્ફળ ગયા હોવનો આરોપ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર રિપબ્લિકન પાર્ટી દ્વારા મુકવામાં આવ્યો છે. ઓબામા વિરુદ્ધ મુકવામા આવેલા આરોપોની આગેવાની ભારતીય મૂળના બે અમેરિકન ગવર્નર્સ દ્વારા કરવામાં આવી છે.

બન્ને ગવર્નરે કહ્યું છે કે ઓબામા ભયાવહ તસવીર રજૂ કરી આતંકિત કરી રહ્યાં છે. સોમવારે વોશિંગ્ટનમાં એકઠા થયેલા સ્ટેટના ગવર્નર્સે કહ્યું, ' જ્યારે તમે તમારા શહેરમા હોવ ત્યારે આશા કરું છું કે તમે તમારા કોંગ્રેસના પ્રતિનિધિ સાથે વાત કરશો અને તેમને યાદ અપાવશો કે દાવ પર શું લાગ્યું છે અને ખતરામાં કોણ છે. કારણ કે, પરિસ્થિતિઓ આપણી સામે છે, એ આ કાપ ના થવા જોઇએ. કોંગ્રેસ એક નાના અમથા કરારથી ગમે તે સમયે તેને સમાપ્ત કરી શકે છે.'

વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિના ગવર્નર્સનો રાષ્ટ્રિય સંઘને આ અનુરોધ 'રોક' તરીકે ઓળખાતાં પગલાં હેઠળ આ વર્ષે ખર્ચોમાં થનારા 85 અરબ ડોલરના કાપ અને નાણાકીય વર્ષ 2021 સુધી 1.2 ખરબ ડોલરના કાપને રોકવા માટે કોંગ્રેસ પર દબાણ વધારવા માટેનો આખરી ઉપાય હતો.

અમેરિકાના દેવાની સીમા વધારવા માટે 2011માં થયેલા કરાર હેઠળ રક્ષા ખર્ચમાં અડધો અને ગેર રક્ષા કાર્યક્રમોના ખર્ચમાં અડધો કાપ કરવાનો છે. દેશની વધતી ખોટ પર કાબૂ મેળવવા માટે આ સમજી વિચારીને લેવામાં આવેલું પગલું છે.

વ્હાઇટ હાઉસ પર આ કાપના સંભવિત પ્રભાવને વધારીને રજૂ કરવાનો આરોપ લગાવી અમેરિકન ગવર્નર બોબી જિંદાલે કહ્યું છે કે, હવે આટલું પણ ના થવું જોઇએ. રાષ્ટ્રપતિ પ્રચાર બંધ કરી દે, અમેરિકન જનતાને ભયભિત કરવાનું બંધ કરી દે.

English summary
With no deal in sight on mandated across-the-board forced spending cuts, President Barack Obama painted a grim picture only to be accused by Republicans, led by two Indian-American governors, of scaremongering.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X