ISISએ પાયલોટને જીવતો સળગાવ્યો, જારી કર્યો વીડિયો
જૉર્ડન, 4 ફેબ્રુઆરી: હૃદયને હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. જૉર્ડનના સરકારી ટેલીવિઝને મંગળવારે એ વાત વાતની ખરાઇ કરી છે કે ઇસ્લામિક સ્ટેટના ચરમપંથીઓએ જે પાયલટને બંધક બનાવ્યો હતો તેની હત્યા કરી દીધી છે. જૉર્ડન સશસ્ત્ર દળ આતંકવાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટના નવા ઓડિયો ક્લિપની તપાસ બાદ આ વાત સામે આવી છે. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે આઇએસે પાયલટને મૂઢ માર માર્યા બાદ તેને જીવતો સળગાવી દીધો.

આપને જણાવી દઇએ કે આઇએસે એક વીડિયો જારી કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે મોએજ અલ કસાસબેહ નામના આ પાયલટને ત્યાં સુધી સળગાવવામાં આવ્યો જ્યાં સુધી તેનું મોત ના થઇ ગયું. વીડિયોને આઇએસએ ટ્વિટર પર જારી કર્યો છે.
નોંધનીય છે કે ડિસેમ્બર 2014ના રોજ સીરિયાના રાક્કામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ જોર્ડનના પાયલટને આઇએસ આતંકવાદીઓએ પકડી લીધો હતો. સાઝિદા-અલ-રિશ્વી 2005માં જૉર્ડનની રાજધાની અમ્માનમાં સીરિયલ બ્લાસ્ટની દોષી છે. આ વિસ્ફોટમાં લગભગ 60 લોકોના મોત થઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
