Video: લાઇવ શો દરમિયાન બે પત્રકારો વચ્ચે મારપીટ
જોર્ડન, 9 મે: જોર્ડનના એક લાઇવ ટીવી શો 'Between Opposing Opinions' દરમિયાન સ્ટૂડિયોમાં આવેલા બે મહેમાનોમાં હાથાપાઇ શરૂ થઇ ગઇ હતી. શોમાં એન્કરે સ્થિતીને સંભાળવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ બંનેમાં હાથાપાઇ શરૂ થઇ ગઇ.
શોમાં જે બે મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા તે પત્રકાર હતા. શો દરમિયાન આ બંને વચ્ચે એટલી તીખી ગરમા-ગરમી થઇ કે બંને ડિબેટને છોડ અંદરોઅંદર લડી પડ્યા. બંને એકબીજાથી વિરૂદ્ધ દિશામાં છેડા પર હતા જો કે હુમલા માટે સ્ટૂડિયોના ટેબલનો સહારો બનાવવામાં આવ્યો હતો. આ હાથાપાઇ દરમિયાન બિચારા એન્કાર પ્રેક્ષક બનીને જોતો જ રહ્યો. બંની ટેબલને પોતાના હાથમાં ઉપાડી લીધું એકબીજા તરફ ફેંકવા લાગ્યા.
બંને પત્રકાર શો દરમિયાન સીરિયા સમસ્યાને વિશે ચર્ચા કરી રહ્યાં છે. પરંતુ ચર્ચ તે વખતે તીખી બની ગઇ જ્યારે બંનેએ એકબીજા પર પક્ષપાત કરવાનો આરોપ લગવ્યો હતો. બંનેએ એકબીજા પર પૈસા લઇને પક્ષ બદલવાનો આરોપ લગાવ્યો હતો. હાથાપાઇ ત્યારે અટકી જ્યારે શોના પ્રોડ્યુસર અને ત્યાં હાજર કેમેરામેને વચ્ચે પડીને બચાવ કર્યો અને બંનેને અલગ કર્યા.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/2edtLzQeMMY" frameborder="0" allowfullscreen></iframe></center>
વાદ-વિવાદ પર આધારિત આ કાર્યક્રમમાં જોર્ડને બે વરિષ્ઠ પત્રકાર સાકિર અલ જૌહરી અને મોહંમદ અલ જોયસીમાં મતભેદ એટલી હદે વધી ગયો કે બંને મારામારી પર ઉતરી આવ્યા. જો કે જોયસીએ સાકિર અલ જૌહરીને સીરિયામાં સધર્ષ કરી રહેલા લડાકોના એજન્ડ ગણાવ્યા હતા. આ વાત પર જૌહરીએ જવાબમાં જોયેસીને સીરિયન રાષ્ટ્રપતિ બશર ઉલ અસાદને પેડ એજન્ડ ગણાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સીરિયામાં ગત ત્રણ વર્ષોથી ચાલી રહેલા શીત યુદ્ધમાં 1.5 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે જ્યારે લગભગ 3 લાખ લોકો પડોશી દેશોના શરણ લઇ ચૂક્યાં છે.












Click it and Unblock the Notifications
