Justin Trudeau Resigns : કેનેડામાં રાજકિય અસ્થિરતા, જસ્ટિન ટ્રુડોએ પીએમ પદેથી રાજીનામું આપ્યુ
Justin Trudeau Resigns : કેનેડામાં રાજકિય સંકટની સ્થિતી સર્જાઈ છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટુડોએ પીએમ પદેથી રાજીનામું આપી દીધુ છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે અને લિબરલ પાર્ટીમાં નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો વડાપ્રધાન પદે રહેશે.

કેનેડિયન અખબાર ગ્લોબ એન્ડ મેલ અનુસાર, ટુડોએ કહ્યું કે, જ્યાં સુધી નવા વડાપ્રધાનની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ પદ પર રહેશે. દેશમાં સાંસદોના વધી રહેલા વિરોધને કારણે ટ્રુડોએ રાજીનામું આપ્યુ છે.
તેમણે કહ્યું કે, હું પાર્ટીના નેતા તરીકે અને વડા પ્રધાન તરીકે રાજીનામું આપું છું અને જ્યાં સુધી પાર્ટી તેના આગામી નેતાની પસંદગી ન કરે ત્યાં સુધી હું પદ પર રહીશ. ગઈકાલે રાત્રે મેં લિબરલ પાર્ટીના પ્રમુખને તે પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે.
રાજીનામા બાદ મીડિયાએ ટ્રુડોને પૂછ્યું કે શું તેમને કોઈ અફસોસ છે? આના પર તેમણે કહ્યું કે, મને એક અફસોસ છે કે હું આ દેશમાં અમારી સરકારો પસંદ કરવાની રીત બદલવા માટે સક્ષમ બનવા માંગુ છું.
ટુડો ઈચ્છે છે કે મતદારો તેમની બીજી કે ત્રીજી ટર્મ માટે મતદાન કરે. ટ્રુડોએ કહ્યું કે, હું એકલો સિસ્ટમ બદલી શકુ નહીં, આ માટે મને તમામ પક્ષોના સમર્થનની જરૂર છે.
જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી લાંબા સમયથી ટીકાઓનો સામનો કરી રહી છે. સરકાર પર મોંઘવારી અને દૈનિક ખર્ચ ઘટાડવામાં નિષ્ફળ હોવાનો આરોપ છે. હાલમાં જ નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ સત્તા સંભાળતાની સાથે જ કેનેડા પર 25 ટકા ટેરિફ લાદી દેશે.
ટ્રુડોને આ મુદ્દે પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ પોતાની જ પાર્ટીના નેતાઓની ટીકાનો શિકાર બન્યા હતા. તેમની સરકારના નાયબ વડા પ્રધાન અને નાણા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ ગઈ.












Click it and Unblock the Notifications
