કલામને ચીની યુનિવર્સિટીમાં ભણાવવા આમંત્રણ

આ પ્રસ્તાવથી ખુશ કલામે જણાવ્યું હતું કે આખરી નિર્ણય તેમના શેડ્યુઅલના આધારે નક્કી કરાશે. કલામની સાથે કરેલી મુલાકાતમાં પેકિંગ યુનિવર્સિટીના અધ્યક્ષ ઝૂ શાન્લૂએ ગુરૂવારે રાત્રે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ભણાવવા માટે બેઇજીંગ જવા અંગે કલામે જણાવ્યું કે 'હું એક શિક્ષક છું. હું અમેરિકામાં પ્રોફેસર તરીકે ભણાવી રહ્યો છું. જ્ઞાન જ્યા પણ લઇ જશે ત્યાં હું તેને વહેચવા જરૂર જઇશ. મને યુવાનોને મળવું ખુબ ગમે છે. હું તેમના જ્ઞાનમાં વધારો કરવા જરૂર જઇશ'
કલામના સચિવ એચ. શેરિડોને જણાવ્યું કે તેમને વર્ષમાં એકવાર તેમના પસંદગીના વિષયને ભણાવવા માટે આમંત્રીત કરવામાં આવ્યા છે, વિષય કઇપણ હોઇ શકે છે વિજ્ઞાન, ટેકનોલોજી અથવા કઇપણ. કલામ શનિવારે પેકિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શનિવારે સંબોધિત કરવાના છે.












Click it and Unblock the Notifications
