કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો; 10 આતંકવાદીઓ ઠાર

કરાંચી, 9 જૂન : પાકિસ્તાનના કરાંચી શહેરમાં આવેલા જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટના જૂના ટર્મનિલ પર રવિવારે રાત્રે આતંકવાદીઓએ મુંબઇનો 26/11 જેવો ખતરનાક હુમલો કર્યો છે. આ હુમલામાં 10 આતંકવાદીઓ અને 4 સુરક્ષા જવાનો સહિત અંદાજે 23 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

પાકિસ્તાનમાં વેપારની રાજધાની ગણાતા કરાચીના ઇન્ટરનેશન એરપોર્ટ પર થયાલા આતંકવાદી હુમલાની જવાબદારી હજી કોઇએ સ્વીકારી નથી. જો કે જમાત ઉદ દાવા અને મુંબઈ વિસ્ફોટોના માસ્ટર માઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદે આ હુમલા પાછળ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. સઇદે તેના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરીને હુમલા માટે મોદીને જવાબદાર ગણાવ્યા છે.

રવિવારે મોડી રાતે એરપોર્ટ સુરક્ષા દળોનો યુનિફોર્મ પહેરીને આવેલા આતંકવાદીઓએ એરપોર્ટના જૂના ટર્મિનલને બાનમાં લીધું હતું. જોકે બાદમાં સુરક્ષા જવાનોએ તેમને ઠાર માર્યા હતા. ઇંટર સર્વિસ પબ્લિકેશન રિલેશનને પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે તમામ 10 આતંકવાદીઓ ઠાર મારાયા છે

કરાંચી એરપોર્ટ હવે સુરક્ષિત છે અને આતંકવાદીઓ વિમાન કે અન્ય મહત્વની સંપત્તિને કોઈ નુકસાન પહોંચાડી શક્યા નથી. પ્રાપ્ત અહેવાલ અનુસાર સોમવારે એરપોર્ટને શરૂ કરી દેવામાં આવશે.

આતંકવાદીઓ હુમલો કરવા માટે એરપોર્ટની અંદર મશીનગન અને શક્તિશાળી બોમ્બ લઇ જવામાં સફળ રહ્યા હતા. જે ટર્મિનલને આતંકવાદીઓએ નિશાન બનાવ્યું તે વીવીઆઇપીઓ અને હજયાત્રીઓ માટે છ. પ્રારંભિક અથડામણમાં આતંકવાદીઓએ ચાર સુરક્ષાકર્મીઓને માર્યા હતા.

મળતા માહિતી પ્રમાણે જૂના એરપોર્ટના વિસ્તારથી આતંકવાદીઓને ભગાડવા માટે નજીકની મલીર છાવણીના અડ્ડાથી આવેલી સેના ટુકડીઓ, એએસએફ કમાન્ડો, અર્ધ સૈનિક બળો તેમજ પોલીસ જવાનોએ સંયુક્ત ઝુંબેશ ચલાવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓને ઓળખ કરવામાં આવી રહી છે. તેમની પાસે અત્યાધુનિક મશીનગન અને રોકેટ લોન્ચર મળી આવ્યા છે.

કુલ 23 નાગરિકો આ હુમલામાં મોતને ભેટ્યા છે. જેમાં એએસએફના જવાનો, સામાન્ય નાગરિક એન્જિનિયર, સીએએ અને પીઆઈએના જવાનો તેમજ એક પોલીસ કર્મી સામેલ છે. ડઝનથી વધુ લોકો આ હુમલામાં ધવાયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

1

1

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

2

2

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

3

3

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

4

4

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

5

5

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

6

6

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

7

7

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

8

8

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

9

9

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

10

10

તસવીરો : કરાંચી એરપોર્ટ પર આતંકવાદી હુમલો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X