જાણો શું હોય છે ચાબડ હાઉસ? જાણો તેનો યહુદીઓ અને ભારત સાથે શું સંબંધ છે?
આ દિવસોમાં હમાસ સાથેના યુદ્ધને કારણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે યહુદીઓની ખુબ ચર્ચા થઈ રહી છે. ભારે ત્રાસદી પછી ઇઝરાયેલ જઈને વસેલા યહુદીઓ માટે ચાબડ હાઉસ એક ખાસ જગ્યા છે.
ચાબડ હાઉસનું યહૂદી લોકો સાથે ખાસ જોડાણ છે અને આજ કારણ છે કે તેને ભારતમાં પણ બનાવવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવીશું કે યહુદીઓ અહીં શું કરે છે?

ચાબડ હાઉસ એક પ્રકારનું કોમ્યુનિટી સેન્ટર છે. જ્યાં તેમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો કોઈ યહૂદીને રોજગારથી લઈને તેના બાળકના શિક્ષણ માટે મદદની જરૂર હોય તો તે આ સેન્ટરમાં મળે છે.
આ કેન્દ્રમાં પ્રવચનો અને ધાર્મિક પરિષદોનું આયોજન કરવામાં આવે છે. ખાસ વર્ગો ચલાવવામાં આવે છે. ઈઝરાયેલના લોકોને વિશેષ સુવિધાઓ મળે છે. વિશ્વના 85 થી વધુ દેશોમાં 3500 થી વધુ ચાબડ હાઉસ છે. ભારતના હિમાચલ પ્રદેશમાં ધર્મશાળામાં ચાબડ હાઉસ આવેલા છે.
જણાવી દઈએ કે, દુનિયામાં ઇઝરાયેલ એક માત્ર યહુદીઓનો દેશ છે. હિટલરના અત્યાચાર બાદ તાકાતવર બનીને ઉભરેલા યહુદીઓ એકલા હાથે મુસ્લિમ આતંકવાદ સામે બાથ ભીડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
