For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન ઇન્ડિયા! અફઝલની મોતનો બદલો લેઇ શકે છે લશ્કર

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 14 ફેબ્રુઆરીઃ અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવ્યા બાદ પાકિસ્તાનને તેનો વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. અફઝલના મૃતદેહની વાત કરી રહેલા જમ્મુ-કાશ્મિરના અલગાવવાદી નેતા યાસીન મિલકે ઇસ્લામાબાદમાં એક દિવસ ભુખ હડતાળ કરી તો તેની સાથે મંચ પર લશ્કર એ તૌયબાના ચીફ હાફિઝ સઇદ પણ નજર આવ્યા. તેમણે તેનો બદલો લેવાની વાત કરી છે. પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તૌયબા અને જૈશ એ મહોમ્મદે અફઝલની મોતની ભારત સામે બદલો લેવાની ધમકી આપી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આતંકી સંગઠનના સભ્યોએ ઇસ્લામાબાદે નેશનલ પ્રેસ ક્લબની એક બેઠક તરફથી ભારતે સંસદ હુમલોના મુખ્ય આરોપી અફઝલ ગુરુની મોત બાદ તેને શ્રદ્ધાંજલી આપી.

આતંકી સંગઠન લશ્કર એ તૌયબા, જૈશ એ મોહમ્મદ, અલ બદલ મુઝાહિદ્દીન અને જમાયત ઉલ મુઝાહિદ્દીને આતંકીઓને આ બેઠક દરમિયાન ભારત વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા. આતંકીઓએ આ બેઠકનું આયોજન યુનાઇટેડ જિહાદ કાઉન્સિલ કર્યું હતું. પાકિસ્તાનની ધરતી પર બેસેલા આ આતંકી સંગઠનોએ જમ્મુ કાશ્મિરમાં જિહાદ શરૂ કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે તે અફઝલની મોતનો બદલો લઇને રહેશે. આ બેઠક દરમિયાન યુનાઇટેડ જિહાદ કાઉન્સિલે પોતાનું શક્તિ પ્રદર્શન પણ કર્યું. હાથમાં રાઇફલ લેવા આતંકીઓએ ભારત વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા. આ આતંકના આ આતંકીઓ કહ્યું કે તે કાશ્મિર સહિત આખા ભારતમાં જિહાદ શરૂ કરશે.

નોંધનીય છે કે પાકિસ્તાનમાં આ રીતે સાર્વજનિક સ્થળ પર આ આતંકીને એકઠાં થવા પર પ્રતિબંધન લગાવ્યો છે તેમ છથાં ચાર વર્ષ બાદ આતંકવાદીઓએ અહીં સાર્વજનિક રીતે બેઠક કરી ભારત વિરોધી નીતિઓ બનાવી. સુરક્ષાના કારણોનો હવાલો આપતા ભારત સરકારે કેટલાક દિવસો પહેલા જ સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપી દીધી હતી. આ પહેલા ગુપચુપ રીતે અફઝલને ફાંસી આપતા પહેલાથી જ સરકારની ટીકા થઇ રહી હતી અને હવે પીએમએ પણ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર નારાજગી જાહેર કરતા પૂછ્યું છેકે અફઝલના પરિજનોને ફાંસીની સૂચના મોડી કેમ આપવામા આવી.

English summary
Lashkar-e-Taiba arrenged a meeting in Islamabad and said that he will revenge the death of Afzal from India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X