Video: ઘોડાએ સિંહને મારી લાત, પછી થયું કંઇક આવું...
ચીનમાં એક સર્કસના શોમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. લોકોના મનોરંજન માટે સર્કસમાં બનાવવામાં આવેલ રિંગ અચાનક લડાઇના અખાડામાં ફેરવાઇ ગઇ હતી.
ચીનમાં એક સર્કસના શોમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. લોકોના મનોરંજન માટે સર્કસમાં બનાવવામાં આવેલ રિંગ અચાનક લડાઇના અખાડામાં ફેરવાઇ ગઇ હતી. રિંગમાં પરફોર્મ કરી રહેલ ઘોડા, સિંહ અને વાઘ વચ્ચે એવી લડાઇ થઇ કે જોવાવાળા આંચકો ખાઇ ગયા હતા. ઘોડા, સિંહ અને વાઘે સાથે પરફોર્મ કરવાનું હતું, પરંતુ વાત ન જામતા ઘોડાએ સિંહને લાત મારી દીધી અને એ પછી વાઘ અને સિંહે મળીને ઘોડા પર હુમલો કરી દીધો હતો. આ ઘટના ચીનના હેબેઈ પ્રાંત સ્થિત કાંગજાઉ શહેરની છે, જ્યાં તાઈયાંગ સર્કસમાં ઘોડા, સિંહ અને વાઘ સાથે શો પહેલાનું રિહર્લ ચાલી રહ્યું હતું.

રિહર્સલ દરમિયાન ત્રણેય જાનવરો વચ્ચે મેળ સધાતો નહોતો અને એવામાં ઘોડાએ સિંહને લાત મારી દીધી હતી. આ કારણે સિંહ ગુસ્સે ભરાયો અને તેણે ઘોડા પર હુમલો કરી દીધો. સિંહની સાથે જ વાઘ પણ ઘોડા પર તૂટી પડ્યો. બંનેએ ઘોડા પર હુમલો કરતા ઘોડે તેમનાથી છૂટવા રિંગમાં ભાગી રહ્યો હતો, વાઘ પણ ઘોડાની પાછળ હતો અને સિંહે નીચેથી ઘોડાને પકડી રાખ્યો હતો. સર્કસમાં હાજર લોકો પણ ઘોડાને સિંહ અને વાઘથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમણે સિંહ અને વાઘને ચાબુકથી ફટકાર્યા બાદ તેમણે ઘોડાને છોડ્યો. ત્યાર બાદ ઘાયલ ઘોડાને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
