શાકાહારીને સલાડમાં પીરસાઇ જીવતી ગરોળી
તમે કોઇ રેસ્ટોરાં અથવા તો ઓફીસની કેન્ટિનમાં ગયા હોવ અને તમારા દ્વારા મંગાવવામાં આવેલી કોઇ ફૂડ ડિશમાં જીવીત જીવ પીરસી દેવામાં આવે તો? કે પછી તમે શાકાહારી હોવ, તમે ટોમેટો સહિતની સામગ્રીના સલાડનો ઓર્ડર આપ્યો હોય અને તેમાં તમને કોઇ જીવ પીરસી દેવામાં આવે તો? આવું જ કંઇક લંડનમાં રહેતી એક શાકાહારી મહિલા સાથે થવા પામ્યું છે.
કેથરીન વૂડ નામની એક મહિલા લંડનમાં એક ઓફીસમાં ફાયનાન્સ બોસ તરીકે કાર્યરત છે. તે તેના સાથી કર્મચારીઓ સાથે એક કેન્ટિનમાં લંચ માટે ગઇ હતી. જે સમયે તેણે ટોમેટો અને મોઝ્ઝારેલા સલાડ મંગાવ્યું હતું. તેણે સલાડ ખાવાનું ચાલું કર્યું ત્યારે તેને સલાડનો સ્વાદ થોડોક વિચિત્ર લાગ્યો. થોડીકવારમાં તેણે જોયું કે તેના સલાડના બાઉલમાં એક ગરોળી પણ છે, જે થોડીક જીવીત અવસ્થામાં છે.
આ જોતાની સાથે જ તેણે આભાસ થઇ ગયો કે તેને જે સલાડ આપવામાં આવ્યું છે, તેમાં જીવીત ગરોળી પણ પીરસી આપવામાં આવી છે. આ જોઇને તે તુર્ત જ ફ્રેશરૂમ તરફ ભાગી અને અનેકવાર કોગળા કર્યા છતાં એ ભયાવહ સલાડનો સ્વાદ તેના મોમાંથી જઇ રહ્યો નહોતો. એક શાકાહારી હોવાના નાતે તેના માટે એ એક અત્યંત બિહામણો અનુભવ સાબિત થયો હતો. કેન્ટિન તરફથી આ ક્ષતિ બદલ માફી માગવામાં આવી હતી અને તેમને 2.50 યુરોની એક ગીફ્ટ આપવામાં આવી હતી. પરંતુ કેથરિન તેનાથી ખુશ નહોતી, તેની સાથે જે કંઇપણ થયું તે ભયાવહ હતું.

ટોમેટો સલાડમાં ગરોળી
આ તસવીર એક વીડિયોમાંથી લેવામાં આવી છે. જેમાં તમે સ્પષ્ટપણે જોવા મળે છે કે, તેમાં એક ગરોળી રહેલી છે.

ગરોળી જીવીત અવસ્થામાં હતી
કેથરિને જ્યારે આ અંગે ફરિયાદ કરી ત્યારે કેન્ટિનના સ્ટાફે એ સલાડને ચેક કર્યું અને જોયુ કે તેમાં જે ગરોળી છે તે જીવીત અવસ્થામાં છે.

કેથરિન માટે ભયાવહ અનુભવ
કેથરિન જ્યારે એ સલાડ ખાઇ રહી હતી ત્યારે તેને તેનો સ્વાદ અનોખો લાગ્યો, તેણે જ્યારે સલાડને ચેક કર્યું તો તેને તેમાંથી ગરોળી મળી હતી, આ અનુભવ તેના માટે ભયાવહ હતો.

કેન્ટિન મેનેજરે માફી માંગી
આ ક્ષતિ બદલ કેન્ટિન મેનેજર દ્વારા માફી માગવામાં આવી હતી અને આ સલાડની જેટલી કિંમત હતી, એટલી જ કિંમતનું તેને ગીફ્ટ કાર્ડ આપવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
