લંડનના ટાવર હિલ સ્ટેશન પર થયો વિસ્ફોટ
મંગળવારે લંડનના ટાવર હિલ સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો.
મંગળવારે લંડનમાં એક વિસ્ફોટ થયો હતો. ઉપલબ્ધ જાણકારી અનુસાર, લંડનના ટાવર હિલ સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો. અંડરગ્રાઉન્ડ હિલ સ્ટેશન પર થયેલ આ વિસ્ફોટમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્ફોટ બાદ લંડન પોલીસે તુરંત ટ્વીટ કરીને કોઇ પણ મોટી દુર્ઘટનાની વાત નકારતા કહ્યું હતું કે, ટ્રેનમાં ઓવરહીટને કારણે ધમાકો થયો હતો. જો કે, આ ધમાકા બાદ ટ્રેનમાં ભાગદોડ થઇ ગઇ હતી અને લોકો પણ ડરના માર્યા ટ્રેનમાંથી બહાર નીકળી ભાગ્યા હતા.

મોબાઇલ ચાર્જને કારણે થયેલ આ સામાન્ય વિસ્ફોટથી પણ ઘણા લોકો ડરી ગયા હતા. આ પહેલાં 15 સપ્ટેમ્બરના રોજ લંડનના સાઉથ ઈસ્ટ પાર્સેંસ ગ્રીન રેલવે સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટની જવાબદારી આતંકવાદી સંગઠન આઈઆઇએસ દ્વારા સ્વીકારવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
