For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બોમ્બ ધમાકો, 5ના મોત, 50થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ધમાકામાં 5 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનમાં સોમવારે મોડી રાતે મોટા બોમ્બ ધમાકાના સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ધમાકામાં 5 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ દૂર્ઘટના કાબુલના પીડી9માં થયો હતો જેમાં પેટ્રોલ પંપ પર આગ લાગી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે ગોળીબારના અવાજ બાદ ઘણો મોટો ધમાકો થયો. માહિતી અનુસાર આ ધમાકો એવી જગ્યાએ થયો જ્યાં ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોના કાર્યલય સ્થિત છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવકતા નસરત રહેમીએ જણાવ્યુ કે આ ધમાકો ગ્રીન વિલેજ પાસે થયો છે. ધમાકા બાદ આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યા છે.

kabul blast

માહિતી અનુસાર આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે. જોવાની વાત એ છે કે અફઘાનિસ્તાનની સેનાએ થોડા દિવસો અગાઉ તાલિબાન સામે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં અફઘાની સેનાએ તાલિબાનના એક મુખ્ય કમાંડર સહિત 35 લોકોને મારી દીધા હતા. આ પહેલા અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલો સ્વતંત્રતા દિવસે થયો હતો જેમાં 66 લોકો ઘાયલ થયા હતા. જેના કારણે અફઘાનિસ્તાને સ્વતંત્રતા દિવસના સમારંભને ટાળી દીધો હતો.

સ્વતંત્રતા દિવસ પર થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિના પ્રવકતા સેદિક સિદ્દીકીએ કહ્યુ હતુ કે સચિવાલયે રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીના નિર્દેશ પર અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસના સમારંભને ટાળી દીધો છે. હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે રાષ્ટ્રપતિએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ દૂર્ઘટનામાં જે લોકો માર્યા ગયા હતા તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભારત-પાક વચ્ચે તણાવ યથાવત, ઈમરાને કહ્યુ, પહેલા અમે નહિ કરીએ પરમાણુ હથિયારનો ઉપયોગઆ પણ વાંચોઃ ભારત-પાક વચ્ચે તણાવ યથાવત, ઈમરાને કહ્યુ, પહેલા અમે નહિ કરીએ પરમાણુ હથિયારનો ઉપયોગ

English summary
Majojr bomb blast in Afghanistan Kabul many died several injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X