ઑફિસ ટ્રીપ પર સેક્સ કરતી વખતે શખ્સનું મોત, કોર્ટે કહ્યું- કંપની વળતર ચૂકવે
ઑફિસ ટ્રીપ પર સેક્સ કરતી વખતે શખ્સનું મોત, કોર્ટે કહ્યું- કંપની વળતર ચૂકવે
પેરિસમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને સૌકોઈ ચકિત થઈ ગયા છે. ફ્રાન્સનો એક શખ્સ બિઝનેસ ટ્રિપ પર ગયો અને ત્યાં સંબંધ બનાવતી સમયે તેનું મોત થઈ ગયું. તેના મોતને વર્કપ્લેસ એક્સિડેન્ટ ગણાવવામાં આવ્યું. ફોક્સ ન્યૂજના અહેવાલ મુજબ પેરિસની એક અદાલતે ફેસલો સંભળાવ્યો કે કંપનીએ તે કર્મચારીના પરિજનોને વળતર આપવું જોઈએ જેનું રેલવે કંપનીની બિઝનેસ ટ્રિપ પર જતી વખતે સેક્સ કરતી સમયે હ્રદય રોગનો હુમલો આવ્યો હતો.

બિઝનેસ ટ્રીપ પર સેક્સ
આ શખ્સનું નામ એમ. જેવિયર છે. જે રેલવે કંસ્ટ્રક્શન કંપની ટીએસઓમાં કામ કરતો હતો. જેવિયર 2013માં બિઝનેસ ટ્રિપ માટે લૉયરેટ ગયો હતો. જ્યાં તેણે એક અજાણી મહિલા સાથે સેક્સ કર્યું હતું. સંબંધ બનાવતી સમયે હ્રદય રોગનો હુમલો આવી ગયો અને તેનું મોત થઈ ગયું. પેરિસ અપીલની અદાલતે તેના મૃત્યુને આ વર્ષના મે મહિનામાં કાર્યસ્થળ દુર્ઘટના ગણાવ્યું.

સેક્સ દરમિયાન થયું મોત
કંપનીએ અદાલતમાં તર્ક આપ્યો કે એમ જેવિયરનું મોત યૌન ગતિવિધિઓ દરમિયાન થયું જે કંપનીના કામનો ભાગ નહોતું. આ ઉપરાંત આ શખ્સનું મોત એક અલગ હોટલમાં થયું હતું જ્યાં તેને કંપની તરફથી ઉતારો આપવામાં નહોતો આવ્યો. કર્મચારીના મોત પર કંપનીએ કહ્યું કે, - તેણે કામને સાઈડમાં મૂકી વ્યક્તિગત રૂચી દેખાડી. તેથી તે બિઝનેસ ટ્રીપ પર ન થયું.

કોર્ટે કંપનીને આદેશ આપ્યો
કંપનીએ એમ પણ કહ્યું કે તેના કર્મચારીના મોતનું કામ સાથે કોઈ લેવા દેવા નથી. બલકે તેણે અજાણી મહિલા સાથે સંબંધ બનાવ્યા. અદાલતે કહ્યું કે જેમ શાવર કે ભોજન લઈએ તેમ જ યૌન ક્રિયા પણ રોજિંદા જીવનનો ભાગ છે. કોર્ટે મૃતકના પરિજનોને વળતર આપવા કંપનીને આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
