For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કેર હોમઃ 15 વર્ષથી કબરમાં રહેતી જીવીત વ્યક્તિ

|
Google Oneindia Gujarati News

grave
લંડન, 15 ફેબ્રુઆરીઃ તમારી પાસેથી રહેવા માટે છત છિનવાય જાય અને તમને રાતો વિતાવવા માટે કબ્રસ્તાન કે પછી સ્મશાનગૃહનો સહારો લેવો પડે તો? આ વાત વિચારતા જ કંપારી છૂટી જાય છે, રાત્રીની અંધકારમાં ચારોતરફ મૃતદેહોની વચ્ચે એક કલાક પર વિતાવવો કઠીન હોય છે ત્યારે એક વ્યક્તિ છેલ્લા 15 વર્ષથી કબરમાં ઘર બનાવીને કબ્રસ્તાનમાં રહી રહી છે. સેરબિયાનો 43 વર્ષિય બ્રાત્સલ્વ સોજાનોવિચ કબ્રસ્તાનમાં રહી રહ્યો છે.

ડેલી મેલમાં છપાયેલા અહેવાલ અનુસાર બ્રાત્સલ્વએ પોતાની વ્યથા જણાવતા કહ્યું છે કે, તેની પાસે ક્યારેય પણ કાયમી નોકરી નહોતી. દેવું માથે ચઢી રહ્યું હતું અને એક સમયે દેવું એટલું બધુ વધી ગયું કે તેને ઘર ગુમાવવાનો વારો આવ્યો હતો. અમુક સમય સ્ટ્રીટ્સ પર વિતાવ્યા બાદ તે એક કબ્રસ્તાનમાં પહોંચી ગયો હતો, જ્યાં તેણે એક કબરમાં જ ઘર બનાવી લીધું અને છેલ્લા 15 વર્ષથી તે એ જ કબરમાં પોતાનું જીવન વિતાવી રહ્યો છે.

તેણે કબરમાં નાનું ઘર બનાવ્યું છે જેમાં કેટલીક મીણબત્તી રાખીને તે રાત્રીએ એ કબરમાં થોડુક અજવાળું કરી લે છે. કબરમાં રહેવા અંગે તેણે કહ્યું છે કે આ કોઇ પેલેસ કે શાનદાર રહેવાની જગ્યા નથી પરંતુ સ્ટ્રીટ્સ પર જીવન વિતાવવા કરતા આ કબરમાં નાનું અમથુ ઘર બનાવીને જીવન વિતાવવું સારું છે. હાડ થીજાવતી ઠંડીમાં સ્ટ્રીટ પર સુવા કરતા આ કબરમાં સુકુનની ઉંઘ મળી શકે છે. તેણે આ કબરવાળુ ઘર તેના પુર્વજોની જ્યાં કબર આવી છે ત્યાં બનાવી છે. જે 100 વર્ષ જુની છે.

English summary
Destitute man moves into a 100 year old GRAVE after losing his house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X