રાજીનામું આપ્યા બાદ સ્પાઈડરમેન બનીને ઑફિસ આવ્યો આ શખ્સ
રાજીનામું આપ્યા બાદ સ્પાઈડરમેન બનીને ઑફિસ આવ્યો આ શખ્સ
તમે ક્યાંક જોબ કરતા હોય અને ત્યાંથી રાજીનામું આપ્યા બાદ નોટિસ પીરિયડના છેલ્લા દિવસે તમે કેવો વ્યવહાર કરશો? જે તમે કેવી પરિસ્થિતિમાં નોકરી છોડો છો તેના પર આધાર રાખે છે. કેટલાક માટે જે-તે કંપનીમાં નોકરી માટેનો છેલ્લો દિવસ આઘાત જનક અને રૂદનમય ફેરવેલ વાળો હોય છે તો કેટલાક પોતાની બોસની ઑફિસમાં જઈને લડી લેવાના મૂડમાં હોય છે. પરંતુ બ્રાઝિલની એક બેંકમાં કામ કરતા એક શખ્સે કંઈક એવી હરકત કરી જે સૌથી યૂનિક હતી.

રાજીનામું આપ્યું
પરંતુ જ્યારે કોઈ સ્પાઈડર મેનનો કોસ્ચ્યૂમ પહેરીને છેલ્લા દિવસે નોકરી પર આવે ત્યારે એ સમજવું બહુ મુશ્કેલ થઈ પડતું હોય છે કે તે કહેવા શું માગે છે. જો કે આ મજાક નથી, આવું ખરેખર બન્યું છે. બ્રાઝિલની સાઓ પાઉલો નામની બેંકમાં એક કર્મચારી પોતાના લાસ્ટ વર્કિંગ ડે પર સ્પાઈડર મેન બનીને ઑફિસ આવ્યો હતો.

સ્પાઈડરમેન બનીને આવ્યો ઑફિસ
હવે તમે જ વિચાર કરી જુઓ કે સ્પાઈડર મેન તમારી બાજુમાં બેસીને કોમ્પ્યુટર પર કામ કરતો હોય તો આ નજારો કેવો હોય! કંઈક આવું જ બન્યું સાઓ પાઉલો બેંકની ઑફિસમાં જ્યારે સૌકોઈનું ધ્યાન સ્પાઈડરમેન તરફ આકર્ષિત થઈ રહ્યું હતું. સદભાગ્યે આ સ્પાઈડી કસ્ટમર સપોર્ટ ડેસ્ક પર નહોતો નહિતર કદાચ ગ્રાહકો પણ તેનાથી ડરીને ભાગી જતા.

જુઓ પછી શું થયું
દેખીતી રીતે તે આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરતો હતો મતલબ કે તે વેબ (ઝાળ) પર હતો. જો કે સ્પાઈડીએ આવું કેમ કર્યું અને નોકરીના છેલ્લા દિવસે માત્ર રમૂજ માટે જ આવાં કોસ્ચ્યુમ પહેરીને આવ્યો કે શું તે તો ખુદ સ્પાઈડી જ જાણે પણ આ સ્પાઈડરમેનને જોઈને ઑફિસમાં કામ કરતા તેના કો-કર્મચારીઓનો દિવસ રમૂજમાં જરૂર વિત્યો હશે.












Click it and Unblock the Notifications
