For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Heart વગર બે વર્ષ જીવીને બનાવ્યો રેકોર્ડ!

|
Google Oneindia Gujarati News

લંડન, 29 જુલાઇ : હૃદયના ધબકારા રોકાઇ જાય તો કોઇપણ વ્યક્તિનું જીવવું અશક્ય છે. પરંતુ એક બ્રિટિશ વ્યક્તિએ પોતાના હૃદય વગર બે વર્ષ સુધી જીવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ વ્યક્તિ બે વર્ષ સુધી બાહ્ય બ્લડ પંપના મદદથી જીવીત રહ્યો.

પરણીત ફાર્મા સલાહકાર 42 વર્ષીય મેથ્યૂ ગ્રીનનો સાત વર્ષનો એક પુત્ર છે. આ વ્યક્તિને ગયા મહીનાની શરૂઆતમાં દાનમાં દિલ મળ્યું, જોકે તે એની પહેલા બે વર્ષથી હૃદય વગર જ બાહ્ય બ્લડપંપની મદદથી પોતાનું જીવન જીવી રહ્યો હતો. ઘાતક બીમારી હોવાના પગલે મેથ્યૂનું હૃદય શરીરમાંથી કાઢી લેવાયું હતું.

heart attack
ધ સંડે ટાઇમ્સના હવાલાથી પ્રાપ્ત જાણકારી અનુસાર કેબ્રિજશરના પપવર્થ હોસ્પિટલે દિલનું પ્રત્યારોપણ કર્યું. મેથ્યુ ફિલહાલ હોસ્પિટલમાં જ છે, પરંતુ ડોક્ટરોને આશા છે કે તુરંત જ સાજો થઇ જશે અને પોતાના ઘરે પોતાની ફેમીલી પાસે જઇ શકશે.

મેથ્યૂએ જણાવ્યું કે 'હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું કે દિલના પ્રત્યારોપણના કારણે મને જીવન જીવવાની ત્રીજી તક મળી.' જુલાઇ 2011માં કાર્ડિયોમાયોપેથીની દુર્લભ સ્થિતિના કારણે મેથ્યૂના હૃદયના બંને મુખ્ય ચેમ્બર ફેઇલ થઇ ગયા હતા.

English summary
Matthew Green, 42, a married pharmaceutical consultant with a seven-year-old son, received a donor heart early last month having lived for two years with an external blood pump after the removal of his own fatally diseased organ.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X