Nobel Peace Prize 2025 : વેનેઝુએલાના લોકશાહી સંઘર્ષના પ્રણેતા મારિયા કોરિના મચાડોને નોબલ શાંતિ પુરસ્કાર
Nobel Peace Prize 2025 : વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા નોબેલ શાંતિ પુરસ્કાર 2025 (Nobel Peace Prize 2025) ની જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષે આ સન્માન વેનેઝુએલાના લોકશાહી અધિકારો માટે લડત આપનારા અગ્રણી નેતા મારિયા કોરિના મચાડો (María Corina Machado) ને એનાયત કરવામાં આવ્યો છે.

આ નિર્ણય સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર મળવાની ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાયો છે.
મારિયા કોરિના મચાડોને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારો (Democracy in Venezuela) ને પ્રોત્સાહન આપવા અને દેશમાં સરમુખત્યારશાહીમાંથી લોકશાહીમાં ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ (Peaceful Transition to Democracy) સ્થાપિત કરવાના તેમના અથાક સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે.
નોબેલ કમિટીએ નોંધ્યું કે મચાડોએ વેનેઝુએલામાં મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ મૂળભૂત સ્વતંત્રતાઓ અને લોકશાહી મૂલ્યો માટે અવાજ ઉઠાવ્યો છે.
તેમની લડત લાખો વેનેઝુએલાવાસીઓની આશાઓનું પ્રતીક બની છે, જેઓ તેમના દેશમાં શાંતિ, ન્યાય અને માનવાધિકારોની પુનઃસ્થાપના માટે પ્રયત્નશીલ છે.












Click it and Unblock the Notifications
