રિયો પૈરા ઓલમ્પિક 2016: ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો મરિયપ્પન થંગવેલુએ
રિયો પેરો ઓલમ્પિકમાં ભારત અદ્ધભૂત પ્રદર્શન કરી રહ્યું છે. અને તેમાં ભારતનું નામ રોશન કર્યું છે. મરિયપ્પન થંગવેલુએ, જેમણે રિયો પૈરા ઓલમ્પિકમાં ભારતને સુર્વણ પદક અપાવ્યો છે. ત્યાં જ વરુણ ભાટીએ હાઇ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

હાઇન જમ્પમાં મરિયપ્પનની ટોપ રેન્કિંગ
પુરુષોના હાઇ જંપ પ્રતિયોગિતાની રેંકિંગમાં મરિયપ્પન થંગવેલુએ ટોપ રેન્કિંગ મેળવી છે. અને પોતાની રેન્કિંગ મુજબ જ પ્રદર્શન કરીને તેમણે ભારતને આ હરિફાઇમાં સુવર્ણ પદક જીતાવ્યો છે. સાથે જ આ રેન્કિંગના ત્રીજા ખેલાડી તેવા ભારતીય વરુણ ભાટીને પણ આ હરિફાઇમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
સોશ્યલ મીડિયા પર શુભેચ્છા
એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પણ સવારથી મરિયપ્પન ટ્રેન્ડમાં છે અને ભારતભરના લોકો તેની આ ઐતિહાસિક જીત માટે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને વનઇન્ડિયા ગુજરાતી પણ મરિયપ્પનની આ અદ્ધભૂત જીત માટે તેને શુભેચ્છા પાઠવે છે.












Click it and Unblock the Notifications
