માર્ક ઝુકરબર્ગ બનાવી રહ્યો છે આલિશાન અંડરગ્રાઉન્ડ બંકર, જાણો કેમ?
દુનિયાના અમીરોમાં સામેલ અને જાણીતા અમેરિકન માર્ક ઝુકરબર્ગને લઈને મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ઝુકરબર્ગ તેની પત્ની સાથે મળીને એક અંડરગ્રાઉન્ડ બંકર બનાવી રહ્યો છે.
સમાચારો અનુસાર, 5000 ચોરસ ફૂટનું બંકર હવાઈમાં તેમના ફાર્મમાં હશે. જો આ અંડરગ્રાઉન્ડ બંકરની વાત કરીએ તો તેની કિંમત લગભગ 27 કરોડ ડોલર આસપાસ હશે. આમાં જમીનની કિંમત પણ સામેલ છે.

અહીં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે માર્ક ઝકરબર્ગે આટલું મોંઘું અને ખતરનાક બંકર બનાવવાનો નિર્ણય કેમ લીધો? તો જણાવી દઈએ કે આ હજુ સુધી એક રહસ્ય છે અને તેને લઈને કોઈ વાત સામે આવી નથી.
સમાચાર અનુસાર, આ બંકરને બહારની દુનિયાની કોઈ જરૂર નહીં પડે. અહીં દુનિયાની તમામ સુખ-સુવિધાઓની હાજર હશે. આ બંકર બનાવવા માટે વપરાતી સામગ્રીની પણ ચર્ચા છે.
આ બંકરનો ગેટ મેટલનો બનશે અને તેમાં કોંક્રીટ ભરવામાં આવશે. અહીં 30 બેડરૂમ અને 30 બાથરૂમ હશે. આ સિવાય અહીં બે બંગલા પણ છે. અહીં ફિટનેસ સેન્ટરથી લઈને ગેસ્ટ હાઉસ અને ઘણું બધું છે.
આ બંકર શા માટે બનાવવામાં આવી રહ્યું છે તે અંગે કોઈ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ માર્ક અને પ્રિસિલાના પ્રવક્તા બ્રેડી હાલ્ફિન બારે ટાઈમ મેગેઝિન સાથે વાત કરતાં કહ્યું કે માર્ક અને પ્રિસિલા કોલાઉ અને ત્યાંના લોકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે પોતાના વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા જાળવવા પ્રતિબદ્ધ છે.












Click it and Unblock the Notifications
