અમેરિકામાં સેંકડો ભારતીય છાત્રોની ધરપકડ, વિદેશ મંત્રાલય મામલો ઉકેલવામાં લાગ્યુ
અમેરિકી ઈમિગ્રેશન કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) એજન્સીએ આ સપ્તાહ બુધવારે 100થી વધુ છાત્રો અને 8 સ્ટુડન્ટ્સ રિક્રૂટર્સની ધરપકડ કરી હતી.
અમેરિકી ઈમિગ્રેશન કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) એજન્સીએ આ સપ્તાહ બુધવારે 100થી વધુ છાત્રો અને 8 સ્ટુડન્ટ્સ રિક્રૂટર્સની ધરપકડ કરી હતી તે બાદ હવે વિદેશ મંત્રાલયે શુક્રવારે આ મામલે નિવેદન જાહેર કર્યુ છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યુ કે વૉશિંગ્ટનમાં અમારા મિશન અને અમેરિકાના કોન્સ્યુલેટ સાથે મળીને ભારત સરકાર અમેરિકામાં ભારતીય છાત્રોને ધરપકડમાં લેવાયેલ સમગ્ર મામલે સર્વોચ્ચ પ્રાથમિકતા આધાર પર નજર રાખી રહ્યુ છે. અમેરિકાની એજન્સી આઈસીઈએ એક સ્ટિંગ ઓપરેશન હેઠળ સેંકડો ભારતીયોની ધરપકડ કરી છે અને ઘણા લોકો સામે ધરપકડ વોરન્ટ પણ જારી કર્યુ છે. અમેરિકી એજન્સીએ આ બધાને વીઝા ફ્રોડ મામલે પકડ્યા છે.

આ મામલાને સર્વોચ્ચ પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ, ‘જેવુ અમને તેમની ધરપકડ વિશે જાણ જઈ તો તરત જ યુએસ ડિપાર્ટમેન્ટના મિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથે સંપર્ક કરીને ધરપકડમાં લેવાયેલા છાત્રોનું લિસ્ટ, તેમની આઈડેન્ટીટી ડિટેલથી લઈને ડિટેન્શન પ્લેસ બતાવવાની માંગ કરી. અમે કોન્સ્યુલર એક્સેસ માટે એક ઔપચારિક અનુરોધ રાખ્યો છે જેથી આ મામલાને સર્વોચ્ચ પ્રાથમિકતા રૂપે લઈ શકાય.'

ભારતીય છાત્રોને સંપૂર્ણ મદદ આપવા માટે તે તૈયાર
વિદેશ મંત્રાલયે યુએસ ડિપાર્ટમેન્ટને કહ્યુ કે જે છાત્રોએ કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરી છે તેમને અને એનરોલમેન્ટવાળા સ્ટૂડન્ટ્સને અલગ કરવા જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ સ્થિતિથી નિપટવા માટે અમેરિકામાં ભારતીય છાત્રોને સંપૂર્ણ મદદ આપવા માટે તે તૈયાર છે. વિદેશ મંત્રાલયે આગળ કહ્યુ કે અમે છાત્રો સુધી પહોંચવા માટે ભારતીય સામાજિક સંગઠનોને પણ શામેલ કર્યા છે. તેમણે આગળ કહ્યુ કે સરકાર આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યુ છે અને અમેરિકી સરકાર પર વહેલામાં વહેલી તકે સ્થિતિને દૂર કરવાની જરૂરિયાત પર જોર આપ્યુ છે.

મિશિગન શાખા તરફથી 8 ભારતીયોની ધરપકડનો આદેશ
અમેરિકી ન્યાય વિભાગની મિશિગન શાખા તરફથી જે આઠ ભારતીયોની ધરપકડનો આદેશ આપવામાં આવ્યો તેમના નામ છે - ફ્લોરિડાથી ભારત કાકિરેડ્ડી, વર્જિનિયાથી સુરેશ કાંદલા, કેંટુકીથી ફહાનીદીપ કારનાતી, નોર્થ કેરોલિનાથી પ્રેમ રામપીસા, કેરોલિનાથી સંતોષ સામા, પેન્સિલ્વેનિયાના અવિનાશ થાકાલાપાલ્લી, જોર્જિયાના અશ્વનાથ ન્યૂને અને ટેકસાસના નવીન પ્રાથીપતી. મિશિગન રાજ્યના ફાર્મિંગટન યુનિવર્સિટીમાં ઘણા છાત્રોએ એડમિશન લીધુ હતુ. આ બધા છાત્રોની પણ હોમલેન્ડ સિક્યોરિટીઝ અને ઈમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (આઈસીસઈ) ના એજન્ટ્સે ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
