ડોમિનિકકા જેલમાં કેદ મેહુલ ચોક્સીની પહેલી તસવીર સામે આવી, શરીર પર દેખાયા મારપીટના નિશાન
ડોમિનિકકા જેલમાં કેદ મેહુલ ચોક્સીની પહેલી તસવીર સામે આવી, શરીર પર દેખાયા મારપીટના નિશાન
ભારતના ભાગેડૂ હીરા કારોબારી મેહુલ ચોક્સી હાલ ડોમનિકા પોલીસની કસ્ટડીમાં છે. ચોક્કી પર એંટીગુઆ છોડીને ભાગવાનો આરોપ છે. ડોમિ્નિકાની જેલમાં બંધ ભાગેડૂ હીરા કારોબારી મેહુલ ચોક્સીની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ત્યાંના મીડિયાએ જાહેર કરી છે. આ તસવીરમાં મેહુલ ચોક્સી સાથે મારપીટ કરવામાં આવી હોય તેવા નિશાન જોવા મળી રહ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે મેહુલ ચોક્સી સળિયાની પાછળ કેદ છે અને તેના હાથ પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. તેની એક આંખ પણ લાલચોળ છે.

મેહુલ ચોક્સી ડોમિનિકામાં ક્રિમિલ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટની કસ્ટડીમાં છે. ચાર દિવસ પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. મેહુલ ચોક્સીની જે તસવીર સામે આવી છે, તેમાં તે જેલમાં બંધ છે. તેનું શરીર પણ બહુ કમજોર જણાઈ રહ્યું છે. મેહુલ ચોક્સી તરફથી ડોમિનિકની જેલમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ દરમિયાન કતર એક્જીક્યૂટિવના બૉમ્બર્ડિયર ગ્લોબલ 5000 એરક્રાફ્ટના ડોમિનિકા પહોંચવાને લઈ અંદાજ લગાવવા શરૂ કરી દેવાયા છે. એંટીગુઆની મીડિયામાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વિમાન ડોમિનિકા કોને લઈને પહોંચ્યું છે અથવા કોણ ડોમિનિકા આવ્યું છે? જણાવી દઈએ કે એંટીગુઆ અને બારબુડાથી હાલમાં ફરાર થયેલા ભાગેડૂ હીરા કારોબારી મેહુલ ચોક્સીને પાડોશના ડોમિનિકામાં પકડી લેવામાં આવ્યો હતો.
ઈન્ટરપોલે તેની વિરુદ્ધ યેલો નોટિસ જાહેર કરી હતી. પંજાબ નેશનલ બેંકમાંથી 13500 કરોડની લોન લઈને ફરાર થઈ ગયેલા મેહુલ ચોક્સીને છેલ્લે પાછલા રવિવારે એંટીગુઆ અને બારબુડોમાં પોતાની કારમાં ભોજન કરવા માટે જતો જોવા મળ્યો હતો. ચોક્સીની કાર મળ્યા બાદ તેના કર્મચારીઓએ લાપતા થવાની સૂચના આપી. જે બાદ તે ડોમનિકામાં પકડાય ગયો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
