For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેહુલ ચોક્સીએ પોતાના અપહરણનો કર્યો દાવો, PMના નિર્દેશ પર એંટીગા અને બારબુડા પોલિસે શરૂ કરી તપાસ

મેહુલ ચોક્સીના વકીલોને ડોમિનિકામાં મેહુલના અપહરણનો દાવો કર્યો છે. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાંથી લગભગ 13 હજાર કરોડ રૂપિયાનુ બેંક કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલ હીરા વેપારી મેહુલ ચોક્સીને પાછા લાવવાની બધી કોશિશો એક વાર ફરીથી નિષ્ફળ થતી દેખાઈ રહી છે. વાસ્તવમાં પોલિસ ફોર્સે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સીના વકીલોએ ડોમિનિકામાં મેહુલના અપહરણની વાત કહી છે. એંટીગા અને બારબુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને એક સ્થાનિક મીડિયા આઉટલેટને જણાવ્યુ કે ચોક્સીના વકીલોએ કથિત રીતે અપહરણની ફરિયાદમાં કમિશ્નરના પણ શામેલ હોવાની વાત કહી છે. ગેસ્ટન બ્રાઉનનુ કહેવુ છે કે જો અપહરણનો દાવો સાચો હોય તો કે ખરેખર ગંભીર બાબત છે.

mehul choksi

કેસની તપાસ પોલિસ કરી રહી છે - ગેસ્ટન બ્રાઉન

પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ છે કે પોલિસ આ ફરિયાદને ઘણી ગંભીરતાથી લઈ રહી છે. ગેસ્ટન બ્રાઉને પોતાના નિવેદનમાં કહ્યુ છે, 'ચોક્સીએ એંટીગા અને બારબુડાની રૉયલ પોલિસ ફોર્સમાં ફરિયાદ નોંધાવી છે કે તેનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. તેણે પોતાના વકીલો દ્વારા એ દાવો કર્યો છે કે તેને એંટીગાથી કિડનેપ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો માટે પોલિસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને સમગ્ર કેસની પૂરી તપાસ કરવામાં આવી રહી છે.'

વિપક્ષી નેતાઓએ મેહુલના દાવાને ગણાવ્યો ખોટો

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટને અપહરણના દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યુ છે કે મેહુલ ચોક્સીને 23 મેની રાતે 10 વાગ્યા આસપાસ અર્નેના યૉટ કૉલિઓપમાં ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. વળી, મેહુલના પરિવારનુ કહેવુ છે કે તે 23 મેની સાંજે 5 વાગ્યા સુધી એંટીગામાં હતા જ્યાંથી 120 મીલ દૂર ચારથી પાંચ કલાકમાં જવુ મુશ્કેલ છે કારણકે આટલુ અંતર કાપતા લગભગ 12-13 કલાક લાગે છે.

પોલિસ કસ્ટડીમાં છે મેહુલ ચોક્સી

તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી 23 મેના રોજ એંટીગા અને બારબુડાથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો જ્યાં તે 2018થી એક નાગરિક તરીકે રહી રહ્યો હતો. હાલમાં મેહુલ ડોમિનિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાના આરોપમાં પોલિસની કસ્ટડીમાં છે જ્યાંથી ભારત સરકાર તેને પ્રત્યાર્પિત કરીને પાછો લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

English summary
Mehul Choksi claims his kidnapping, Antigua and Barbuda police started the investigation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X