
મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર કોર્ટે 2 જૂન સુધી લગાવી રોક, 5 દિવસ માટે હોટલમાં કરવામાં આવશે ક્વૉરંટાઈન
નવી દિલ્લીઃ પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના કેસમાં ઈસ્ટર્ન કેરેબિયન સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ડોમિનિકાની અદાલતે હાલમાં મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી છે. આ કેસની આગલી સુનાવણી 2 જૂન, 2021ના રોજ થશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે હેબિયસ કૉર્પ્સ અરજીની સુનાવણી થવા સુધી મેહુલ ચોક્સીને ક્યાંય પણ મોકલવામાં નહિ આવે. કેસની આગામી સુનાવણી સુધી તેણે અહીં જ રહેવુ પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને હાલમાં જેલમાં નહિ રાખવામાં આવે. મેહુલ ચોક્સીને કોઈ હોટલમાં 5 દિવસ માટે ક્વૉરંટાઈન કરવામાં આવશે પરંતુ તે કડક પહેરા અને કેમેરાના નિરીક્ષણમાં રહેશે.
આ સાથે જ કોર્ટે મેહુલ ચોક્સીને પોતાના વકીલોને મળવાની અનુમતિ આપી દીધી છે. આ ઉપરાંત મેડિકલ સુવિધાઓ, કોવિડ-19 તપાસ માટે પણ ચોક્સીને અનુમતિ આપવામાં આવી છે. હવે આ પાંચ દિવસ બાદ જ મેહુલ ચોક્સીને એંટીગુઆ અને બારબુડા પાછા મોકલવાની આશા છે.
સુનાવણીમાં વ્યક્તિગત રીતે શામેલ નથી થયા મેહુલ ચોક્સી
ડોમિનિકાઈ કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર હાલમાં રોક લગાવી દીધી છે કારણકે ચોક્સીના વકીલોએ ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી છે. વકીલોએ કોર્ટમાં કહ્યુ છે કે મેહુલ ચોક્સીને કાયદાની અધિકારોતી વંચત કરવામાં આવ્યા છે. કોર્ટની સુનાવણીમાં મેહુલ ચોક્સી વ્યક્તિગત રીતે શામેલ નથી થયા, તેની જગ્યાએ તેના વકીલ શામેલ હતા. કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કેમેરાની મંજૂરી નથી આપી.
અપહરણવાળી વાતથી એંટીગુઆ-બારબુડાનો ઈનકાર
એંટીગુઆ અને બારબુડાના પોલિસ પ્રમુખ એટલી રૉડને શુક્રવારે(28 મે) એ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો કે મેહુલ ચોક્સીનુ પોલિસે અપહરણ કર્યુ હતુ. તેમણે કહ્યુ કે અમને અત્યાર સુદી આ વાતની કોઈ માહિતી મળી નથી કે મેહુલ ચોક્સીને એંટીગુઆથી બળજબરી હટાવવામાં આવ્યો હતો કે તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. 25 મે, 2021ના રોજ મેહુલ ચોક્સી કથિત રીતે એંટીગુઆથી ગુમ થઈ ગયો હતો ત્યારબાદ તે ડોમિનિકામાં મળ્યો હતો.