ડોનાલ્ડ ટ્ર્મ્પની ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર થશે વાપસી, બે વર્ષ પહેલા સસ્પેન્ડ કર્યુ હતુ અકાઉન્ટ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફરીથી વાપસી થવા જઈ રહી છે. બે વર્ષ પહેલા તેમના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પનુ ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ ફરીથી ચાલુ થવા જઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પનુ ફેસબુક અકાઉન્ટ બે વર્ષ પહેલા બ્લૉક કરી દેવામાં આવ્યુ હતુ. જે હવે અનબ્લૉક કરવામાં આવશે. ફેસબુક તરફથી બુધવારે કહેવામાં આવ્યુ કે અમે ટૂંક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને ચાલુ કરીશુ. વળી, ટ્વિટર અકાઉન્ટ પણ ચાલુ કરવામાં આવશે.

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પનુ અકાઉન્ટ બે વર્ષ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતુ. તેમના પર કેપિટલમાં રમખાણો ભડકાવવાનો આરોપ હતો. ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતુ. અગાઉ પણ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પે મેટાને તેમનુ ફેસબુક અકાઉન્ટ ફરીથી રિસ્ટોર કરવા કહ્યુ હતુ.
8 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટલમાં રમખાણ ભડકાવવા બદલ તેમનુ અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતુ. જે બાદ ટ્રમ્પે તાજેતરમાં મેટાને પત્ર લખીને તેમનુ અકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પનુ અકાઉન્ટ 19 નવેમ્બર 2022ના રોજ ટ્વિટર પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યુ હતુ. ટ્રમ્પે ટ્વિટરના અકાઉન્ટને સસ્પેન્ડ કરવા બદલ ટ્વિટરના પહેલા મેનેજમેન્ટની આકરી ટીકા કરી હતી.












Click it and Unblock the Notifications
