For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાઈવેટ પાર્ટમાંથી મળ્યો મેટલનો હૂક, એક્સ-રે જોઇને ડોક્ટર્સ પણ ચકરાવે ચડ્યા

ઈરાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં 11 વર્ષની માસૂમના પ્રાઈવેટ પાર્ટમાં મેટલનો હૂક ઘૂસી ગયો હતો.

|
Google Oneindia Gujarati News

તેહરાનઃ ઈરાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અહીં 11 વર્ષની માસૂમના પ્રાઈવેટ પાર્ટમાં મેટલનો હૂક ઘૂસી ગયો હતો. જે બાદ જ્યારે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેનો એક્સ-રે રિપોર્ટ જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

b

પ્રાઈવેટ પાર્ટમાં ઘુસી ગયો હતો બોક્સિંગ બેગનો હૂક

સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, બોક્સિંગ બેગનો ઉપયોગ કરતી વખતે માસૂમ સાથે આ અકસ્માત થયો હતો. બોક્સિંગ બેગનો મેટલ હૂક બાળકના પ્રાઈવેટ પાર્ટમાં ઘુસી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

બોક્સિંગ બેગ છત પરથી નીચે પડી

ઉલ્લેખનીય છે કે, જ્યારે બાળક બોક્સિંગ બેગ સાથે બોક્સિંગ કરી રહ્યો હતો, ત્યારે બોક્સિંગ બેગ છત પરથી પડી હતી અને તેનો મેટલ હૂક બાળકના પ્રાઈવેટ પાર્ટમાં ઘૂસી ગયો હતો. જ્યારે બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે તેનો એક્સ રે કરવામાં આવ્યો હતો. જ્યારે ડોકટર્સે બાળકનો એક્સ-રે જોયો તો તેઓ પણ વિશ્વાસ ન કરી શક્યા.

ખરાબ રીતે ઘાયલ બાળક

ડૉક્ટર્સે જણાવ્યું કે, બાળક સમયસર હોસ્પિટલ પહોંચ્યો હતા, જેથી તેનો જીવ બચાવી શકાય છે. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ દરમિયાન તેને ખૂબ જ દુઃખાવો થતો હતો.

તેમણે કહ્યું કે, ધાતુના હૂકને કોઈપણ ઓપરેશન વિના ખૂબ જ કાળજીપૂર્વક દૂર કરવામાં આવ્યા છે. બાળકને લગભગ 6 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું હતું.

જો કે, જ્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી મેટલનો હૂક કાઢવામાં આવ્યો, ત્યારે તેને બેભાન કરવામાં આવી હતી. બાળકને સંપૂર્ણ સ્વસ્થ થવામાં લગભગ 15 દિવસ લાગશે. સમયસર સારવારને કારણે તેમના પ્રાઈવેટ પાર્ટને કોઈ ખાસ નુકસાન થયું નથી.

English summary
Metal hook found in private part, doctors also got dizzy after seeing X-ray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X