પોર્ન સ્ટાર કેસમાં ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેન દોષી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ અંગત વકીલ માઈકલ કોહેન, પોર્ન સ્ટાર સ્ટ્રોમીં ડેનિયલન્સને પૈસા આપવાના મામલે દોષી જાહેર કરવામાં આવ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ અંગત વકીલ માઈકલ કોહેન, પોર્ન સ્ટાર સ્ટ્રોમીં ડેનિયલન્સને પૈસા આપવાના મામલે દોષી જાહેર કરવામાં આવ્યા છે. માઈકલ કોહેનને નિયમોનું ઉલ્લંગન કરવા અને બીજા મામલે પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે. માઈકલ કોહેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રમ્પએ તેમને આદેશ આપ્યો હતો કે તેઓ પોર્ન સ્ટાર સ્ટ્રોમીં ડેનિયલન્સ અને પ્લેબોયની પૂર્વ મોડલને પૈસા આપીને ચૂપ કરાવે, જેથી તેમના વ્હાઈટ હાઉસ સુધી પહોંચવામાં કોઈ પણ મુસીબત ના આવે. માઈકલ કોહેન ઘ્વારા સાર્વજનિક રૂપે આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

ચાર અથવા પાંચ વર્ષ માટે જેલ જશે કોહેન

ચાર અથવા પાંચ વર્ષ માટે જેલ જશે કોહેન

આ પહેલીવાર બન્યું છે કે ટ્રમ્પનો કોઈ નજીકનો વ્યક્તિ કોર્ટ પહોંચ્યો છે અને તેને ટ્રમ્પને કારણે અપરાધ કર્યા હોવાનું કબૂલ કર્યું છે. હજુ સુધી આ બાબતે કોઈ પણ માહિતી નથી મળી રહી કે ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોર્ટ લાવવામાં આવશે કે નહીં. ટ્રમ્પ માટે માઈકલ કોહેન દોષી સાબિત થવું ચોક્કસ એક ખરાબ સમાચાર છે. માઈકલ કોહેનને આઠ અપરાધોમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે જેમાં ટેક્સ ચોરી પણ શામિલ છે.

12 ડિસેમ્બરે સજાનું એલાન

12 ડિસેમ્બરે સજાનું એલાન

માઈકલ કોહેનને 12 ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે, જેમાં તેમને ચાર થી પાંચ વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. આ કેસની શરૂઆતની અપીલમાં માઈકલ કોહેન ઘ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અને બંને મહિલાઓનું નામ લેવામાં આવ્યું ના હતું. પરંતુ કોહેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક "અનામ ઉમેદવાર" સાથે ઈલેક્શન પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યા હતા.

રાષ્ટ્રપતિ ઇલેક્શન

રાષ્ટ્રપતિ ઇલેક્શન

તેમને જણાવ્યું કે પોર્ન સ્ટાર સ્ટ્રોમીં ડેનિયલન્સને 130,000 ડોલર અને પ્લેબોય મેગેજીનની પૂર્વ મોડલ કેરન મેકડોગનને 150,000 ડોલરની રકમ વર્ષ 2016 દરમિયાન થયેલા રાષ્ટ્રપતિ ઇલેક્શનમાં ચૂપ રહેવા માટે આપવામાં આવી હતી. બંને મહિલાઓ ઘ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના સંબંધ હોવાની સ્વીકારી છે. જયારે ડોનાલ્ડ ટ્રમ્પએ બંનેની વાતને નકારી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X