For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઇકલ જેક્સને શારીરિક શોષણ માટે રૂમ બહાર એલાર્મ મૂક્યું હતું

|
Google Oneindia Gujarati News

michael-jackson
લોસ એન્જલસ, 4 જુલાઇ : ડાન્સ ડાયરેક્ટર વેડ રોબ્સને મશહૂર પોપ ગાયક માઇકલ જેક્સન પર આરોપ લગાવ્યો છે કે તેઓ બાળકોનું શારીરિક શોષણ કરતા સમયે પકડાઇ જવાથી બચવા માટે કંઇ પણ કરતા હતા. આ પૈકીના એક ઉપાય અનુસાર તેમણે પાતાના રૂમની બહાર એલાર્મ ફિટ કરાવ્યું હતું.

રોબ્સને જેક્સનની વિરુદ્ધ વર્ષ 2005માં શારીરિક શોષણના કેસ દરમિયાન પોતાનું શારીરિક શોષણ થયું હોવાની વાતને નકારી કાઢી હતી. તાજેતરમાં તેણે જેક્સનની સંપત્તિમાં હિસ્સાની માંગણી કરીને માઇકલ પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ 1990માં જ્યારે તેઓ સાત વર્ષના હતા, ત્યારે માઇકલ જેક્સને તેમનું શારીરિક શોષણ કર્યું હતું.

30 વર્ષના રોબ્સને પોતાની ફરિયાદમાં સુધારો કરીને જણાવ્યું છે કે જ્યારે પણ કોઇ વ્યક્તિ જેક્સનના રૂમથી 30 ફૂટના અંતરે આવતી હતી ત્યારે એલાર્મ વાગવા લાગતું હતું અને કોઇ આવી રહ્યું છે એવી જાણ માઇકલ જેક્સનને થઇ જતી હતી. જેના કારણે માઇકલ જેક્સન ચેતી જતો હતો.

ટીએમઝેડના ના અનુસાર રોબ્સને જણાવ્યું કે જેક્સને પોતાના બેડરૂમની બહાર ડુ નોટ ડિસ્ટર્બનું બોર્ડ પણ લગાવી રાખ્યું હતું. રોબ્સને દાવો કર્યો છે કે તે અને માઇકલ જેક્સને અનેકવાર સહશયન કર્યું છે. સહશયન સમયે પોપસ્ટાર તેમને અશ્લીલ વિડિયો દેખાડ્યા કરતા હતા.

રોબ્સને એમ પણ જણાવ્યું કે માઇકલ જેક્સને તેમને કહ્યું હતું કે તેઓ એક બીજાને ઘણો પ્રેમ કરે છે. પણ તેમની આ વાત કોઇ સમજી શકશે નહીં. આ કારણે તેમણે પોતાનું મોઢું બંધ રાખવાની જરૂર છે. રોબ્સને જણાવ્યું કે વર્ષ 2005માં તેમણે જેક્સનના પક્ષમાં એટલા માટે ગવાહી આપી હતી કારણ કે જેક્સને તેમનું બ્રેઇનવૉશ કરી દીધું હતું.

English summary
Michael Jackson had fix alarm outside room for molestation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X