For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનનો વિરોધઃ બંદૂકો લઈ રસ્તા પર ઉતરી આવ્યા અમેરિકનો

લૉકડાઉનનો વિરોધઃ બંદૂકો લઈ રસ્તા પર ઉતરી આવ્યા અમેરિકનો

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસને કારણે વિશ્વના કેટલાય દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમેરિકામાં લોકોએ આ લૉકડાઉનનો સખત વિરોધ કર્યો છે. મિશિગનના નાગરિકોએ હવામાં ફાયરિંગ કરી લૉકડાઉનનો વિરોધ નોંધાવ્યો છે. સ્ટેટ ગવર્નર ગ્રિચન વિટમેરે લોકોને ઘરે જ રહેવા અને કોવિડ-19ના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે બિનજરૂરી બિઝનેસ બંધ કરવાનો ઓર્ડર આપ્યો હતો.

michigan

જણાવી દઈએ કે અમેરિકામાં 6,30,000થી પણ વધુ લોકો કોરોના પોઝિટિવ થયા છે, જેમાના ઘણાની સ્થિતિ સ્થિર છે પરંતુ આગળ જતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને મૃત્યુ સુધી મામલો પહોંચી શકે છે.

મિશિગનના 1900 લોકો સહિત આખા અમેરિકામાં 28 હજારી પણ વધુ લોકોના મોત થયાં છે. આંદોલન દરમિયાન પોતપોતાની કારમાં જ રહીને ટ્રાફિક સર્જી વિરોધ પ્રદર્શન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાય આંદોલનકારીઓએ આ સૂચનનું ઉલ્લંઘન કરી પગપાળા જ સ્ટેટ કેપિટલે પહોંચી ગયા હતા.

મિશિગનના ગવર્નરે આંદોલનકારીઓની આ હરકતને વખોડી કાઢતા કહ્યું કે, લોકો માસ્ક પહેર્યા વિના એકબીજાની બાજુમાં ઉભા હતા, આ આંદોલનકારીઓએ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યું છે. આ રેલીએ નાગરિકોને ખતરામાં નાખ્યા તે આપણે બધા જાણીએ જ છીએ.

જણાવી દઈએ કે આંદોલન કરી રહેલા લોકો બધા રસ્તાઓ પર ભેગા થઈ ગયા છે અને એક રેલી કાઢી હતી, માઈક પર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ટ્રાફિક જામ કરીને તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શું ખરેખર અત્યારની સ્થિતિને જોતા આવી હરકત કરવી કેટલી યોગ્ય કહવાય? આ સમય રાજ રમત રમવાનો નથી.

અમેરિકામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 2600 લોકોએ જીવ ગુમાવ્યાઅમેરિકામાં કોરોનાનો કહેર, 24 કલાકમાં 2600 લોકોએ જીવ ગુમાવ્યા

English summary
michigan residents protest against stay at home order amid lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X