For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુમ મલેશિયન જેટ ક્રેશ થયું ત્યારે ઓટો પાઇલોટ મોડ પર હતું : ઓસ્ટ્રેલિયા

|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 26 જૂન : ઓસ્ટ્રોલિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે ગુમ થયેલું મલેશિયન જેટ ક્રેશ થયું ત્યારે ઓટો પાઇલોટ મોડ પર હતું. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ ગુરુવારે જાહેરાત કરી હતી કે હવે પ્લેનની શોધખોળ દક્ષિણ વિસ્તારમાં આરંભવામાં આવી છે.

તેમણે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે 'ગુમ થયેલી મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ એમએચ370 ફ્યુએલ ખાલી થઇ ગયું અને ક્રેશ થઇ ત્યારે "હાઇલી, હાઇલી લાઇક" ઓટો પાઇલોટ મોડ પર હતી.'

malaysia-airlines

આ અંગે ઓસ્ટ્રેલિયાના ઉપ મુખ્ય પ્રધાન વેરેન ટ્રસે જણાવ્યું છે કે "અત્યારે એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય કે નક્કર સંભાવનાઓ છે કે એરક્રાફ્ટ ઓટો પાઇલોટ મોડ પર હતું, નહીંતર સેટેલાઇટ સાઇટિંગ દ્વારા નક્કી કરવામાં આવેલા અને સૂચવાયેલા માર્ગ પર તે ચાલ્યું ના હોત."

પરિવહન મંત્રી વોરેન ટ્રુસે ગુરુવારે કેનબેરા ખાતેના પત્રકારોને જણાવ્યું કે નવો સર્ચ એરિયા મલેશિયા એરલાઇનના ફ્લાઇટ 370ના વર્તમાન સેટેલાઇટ ડેટાના તાજેતરમાં કરવામાં આવેલા વિશ્લેષણને આધારિત છે.

નોંધનીય છે કે મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટ એમએચ370 8 માર્ચ, 2014ના રોજ કુઆલાલુમ્પુરથી બિજિંગ જઇ રહી હતી ત્યારે તે ક્રેશ થયું હતું. તેમાં 239 મુસાફરો અને ફ્લાઇટ ક્રુ હતા. ક્રેશ થયા બાદ તે ક્યાં પડ્યું હતું તેની હજી સુધી ભાળ મળી શકી નથી. આ કારણે શોધખોળમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને હવે દક્ષિણ વિસ્તારમાં આદરવામાં આવી છે.

English summary
Missing Malaysian Jet was on Auto Pilot mode when it crashed : Australian officials
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X